તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટારૂઓના ભોગ બનેલા વેપારીનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | બેમહિના અગાઉ વેસુ વીઆઈપી રોડ અને ઉધના મગદલ્લા રોડ પર લૂંટારૂઓએ એક દિવસે જુદી જુદી ચાર વ્યક્તિ પર ચપ્પુ વડે હુમલો કરી સોનાની ચેઈન, મોબાઈલ ફોન તેમજ રોકડની લૂંટ ચલાવી હતી. વેસુ વીઆઈપી રોડ નંદનવન ખાતે રહેતા જગદીશ ગાંધી કાપડનો વેપાર કરતા હતા. તેઓ ગત તા.3 જુલાઈના રોજ રાત્રે વોકિંગ માટે નિકળ્યા હતા. સોહમ એપાર્ટમેન્ટ પાસે ત્રણ અજાણ્યા તેમની પાસે આવી ચપ્પુના ઘા ઝીંકી તેમના ગળામાંથી 30 હજારની કિંમતની સોનાની ચેઈન આંચકી નાસી છુટ્યા હતા. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા જગદીશને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બનાવ સંદર્ભે વેપારીના પુત્ર અભિષેકે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. લૂંટારૂંઓના હુમલાનો ભોગ બનેલા જગદીશનું લાંબી સારવાર બાદ શનિવારે રાત્રે મોત નિપજ્યું હતું. બનાવ અંગે ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જગદીશભાઈ પર હુમલો કરી લૂંટ લેવાયો હતો. તે અરસામાં ઉધના મગદલ્લા રોડ ગજ્જર કંપાઉન્ડની દીવાલ પાસે અશોકદાસ દુલ્લાદાસ અને અન્ય બે યુવકો પર બાઈક પર આવેલા 3 અજાણ્યાઓએ ચપ્પુના ઘા ઝીંકી તેમની પાસેથી બે મોબાઈલ ફોન તેમજ રોકડા રૂ.200 સહિત રૂ.3200ની મત્તા લૂંટી લીધી હતી અશોકદાસ અને બંને યુવકોએ ખટોદરા પોલીસ મથકમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...