• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આઇટી રેન્જ 6નો સરવે: વેસુના બિલ્ડર ફર્મનું 18 કરોડનું ડિસ્ક્લોઝર

આઇટી રેન્જ 6નો સરવે: વેસુના બિલ્ડર ફર્મનું 18 કરોડનું ડિસ્ક્લોઝર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આયકરવિભાગની રેન્જ 6ની ટીમે હાથ ધરેલા સરવેમાં વેસુના બિલ્ડર ફર્મની રૂપિયા 18 કરોડની બેનામી આવક મળી આવી હતી. આમ માત્ર બે દિવસમાં આઇડીએસ અને સરવે મળી કુલ 44 કરોડની બેનામી આવક બહાર આવવા પામી હતી. તરફ વરાછાના પ્લાય વુડ મર્ચન્ટને ત્યાં આઇટીની તપાસ યથાવત છે.

આયકર વિભાગના આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર આયકર વિભાગની રેન્જ 6ની ટીમે બે દિવસ અગાઉ વેસુના ડી.એમ ઇનફ્રા ના બિલ્ડરના ત્યાં સરવે હાથ ધર્યો હતો. બે દિવસથી ડી.એમ ઇનફ્રા ના ત્યાં આઇટીની ટીમે તળિયાઝાટક તપાસ શરૂ કરી હતી. દરમિયાન સરવેમાં રવિવારે વેસુના ડી.એમ. ઇનફ્રા ના બિલ્ડરના ત્યાંથી રૂપિયા 18 કરોડની બેનામી આવક મળી આવી હતી. શનિવારે સરવેના રૂપિયા 18.50 કરોડ અને આઇડીએસમાં રૂપિયા 7.50 કરોડ મળી એક દિવસમાં રૂપિયા 26 કરોડનું ડિસ્કલોઝર થયું હતું. રવિવારે વેસુના બિલ્ડર ફર્મના ત્યાંથી રૂપિયા 18 કરોડનું કાળું નાણું મળી આવતાં બે દિવસમાં રૂપિયા 44 કરોડની બેનામી આવક બહાર આવી હતી. ઉપરાંત બે દિવસ અગાઉ આયકર વિભાગની ટીમે વરાછાના પ્લાય વુડ મર્ચન્ટ હરિ ઓમ પ્લાયવુડમાં સરવે શરૂ કર્યો હતો. રવિવારે પણ હરિ ઓમ પ્લાયવુડમાં આઇટીની તપાસ યથાવત હતી. આઇડીએસમાં દબાણ લાવવા સરવે શરૂ થયા છે.

વેસુના બિલ્ડર DM ઇન્ફ્રા,વરાછાના હરિઓમ પ્લાયવુડમાં સરવે યથાવત

IDS-સરવે મળી બે દિવસમાં 44 કરોડ કબૂલાયા

અન્ય સમાચારો પણ છે...