તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ‘હું હતો ત્યારે પરિષદ ઝગમગતી, હવે છે કે નહીં એવી શંકા થાય છે’

‘હું હતો ત્યારે પરિષદ ઝગમગતી, હવે છે કે નહીં એવી શંકા થાય છે’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિનોદ ભટ્ટે જણાવ્યું હતું કે ‘સુરત શહેર તો હંમેશા આગળ રહેવાનું કેમ કે અહીંયા નામ આગળ ‘વીર’ શબ્દ લાગે છે, જેમ કે વીર નર્મદ. જો કે અમદાવાદની વાત કરી તો ત્યાં પણ વીર લાગે. વાત અલગ છે કે અહીંયા નામની પાછળ વીર લાગે. એનું ઉદાહરણ એટલે રઘુવીર ચૌધરી..! આમ જોવા જઇ તો મારી યુવાની સ્કૂલ અને કોલેજની વચ્ચે રહી. મને સ્કૂલમાં આઉટ સ્ટેન્ડિંગ સ્ટુડન્ટ કહેવામાં આવતો. આઉટ સ્ટેન્ડિંગ એટલે માટે કેમ કે મોટા ભાગે મને ક્લાસની બહાર ઉભો રાખવામાં આવતો. મને મારા જીવનમાં પહેલેથી સન્માન મળતું આવ્યું છે, જેેમ કે પાસ થવા માટે 2-3 માર્ક વધુ આપીને મને સન્માનિત કરવામાં આવતો. જ્યારે એસ.એસ.સીમાં પાસ થયો ત્યારે બા કહ્યું કે પેંડા મંગાવો, જો કે થોડી વાર પછી પપ્પાએ કહ્યું કે સુધારો આવે પછી પેંડા મંગાવજો. આગળનો અભ્યાસ કરવા માટે કોમર્સ પડક્યું પણ ફાવ્યું નહીં એટલે આર્ટસમાં ગયો. કોમર્સથી આર્ટસમાં ગયો એટલે લોકો પુછતા કે આવું કેમ કર્યુંω ત્યારે હું જવાબ આપતો કે હવાફેર માટે આવું કરવું પડ્યું. આમ જોવા જઇ તો મારી યુવાની ઘરથી કોલેજના રસ્તા વચ્ચે પસાર થઇ છે. કોલેજમાંથી કાઢી મુકતા અને ઘરમાં કોઇ રાખતું નહીં. પુસ્તકો શાંતિથી રહી શકે પણ લેખકો એક-બીજા સાથે શાંતિથી રહી શકે કે નહીં હું કહી ના શકું. એક વાર મારા પ્રકાશકે કિલ્લોના ભાવે મારા પુસ્તકો પસ્તીવાળાને આપી દીધા અને પુસ્તકો 15 પૈસાના ભાવે ફૂટપાથ પર વેચાતા હતાં. મારા પુસ્તકોની સાથે ચંદ્રકાંત બક્ષી જેવા જાણીતા લેખકોના પણ પુસ્તકો હતાં. ચંદ્રકાંત બક્ષીના પુસ્તકો જાડા હતાં એટલે 25 પૈસે વેચાતા હતાં અને મારા પુસ્તકો 15 પૈસાના લેખે..! સાંજ પડે એટલે પાથરણાવાળો બધા પુસ્તકોને એક કોથળામાં નાંખીને બાજુ પર મુકી દેતો. ત્યારે આખી રાત તમામ લેખકોના પુસ્તકો શાંતિ, પ્રેમ પૂર્વક સાથે રહેતા. અલગ વાત છે કે પુસ્તકો લખનાર સાહિત્યકારો સાથે રહે કે રહે, પણ પુસ્તકોએ ક્યારેય કોઇ પ્રકારનો વિરોધ નોંધાવ્યો નથી.’

‘આમ તો શંકરસિંહ, કેશુભાઇ પટેલ મારા ક્લાસમેટ હતાં. જ્યારે હું સાહિત્ય પરિષદનો પ્રમુખ હતો ત્યારે શંકરસિંહ સાથે મુલાકાત થઇ. સમયે એમણે મને કહ્યું કે ‘સાહિત્યના કામમાં અમારા વતી કોઇ મદદ થઇ શકે એમ હોય તો મને કહેજો.’ એમને હતું કે ભાઇ વધી વધીને એક બે લાખ માંગશે, પણ આપણે તો 51 લાખ માંગી લીધા. મુળ બાપુ એટલે એમણે આપી પણ દીધા. જેવો હાથમાં ચેક આવ્યો એટલે મેં અમારા કોશાધ્યક્ષ પ્રકાશ શાહને કહ્યું કે જાઓ જલ્દીથી બેંકમાં જઇને રોકડા કરી લો, સરકારનો કંઇ ભરોસો નહીં. સમયે આવા મોકાનો ફાયદો લેતો અને સાહિત્યના કામો થતાં રહેતા. આજે તો મને શંકા થાય છે કે સાહિત્ય પરિષદ જેવી કોઇ વસ્તું છે કે નહીંω’ ગાંધીસ્મૃતિ ભવન ખાતે કલરવ ગ્રુપ દ્વારા ‘વિનોદ ભટ્ટ વાઇરલ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિનોદ ભટ્ટે વાત જણાવી હતી. એમણે કાર્યક્રમમાં એમની આગવી શૈલીથી સુરતીઓને જૂના પ્રસંગો અને કિસ્સા વાગોળીને ખુબ હસાવ્યાં હતાં. કાર્યક્રમમાં ડો.રઇશ મનિયારે વિનોદ ભટ્ટનો ઇન્ટરવ્યૂ કર્યો હતો, જ્યારે યઝદી કરંજીયાએ એક નાટકનો અંશ પ્રસ્તુત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...