તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ગાર્ડન ખાતામાં 250 કર્મચારી હોવા છતાં કોન્ટ્રાક્ટ શા માટે?

ગાર્ડન ખાતામાં 250 કર્મચારી હોવા છતાં કોન્ટ્રાક્ટ શા માટે?

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આધારભૂત સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, પાલિકાના ગાર્ડન વિભાગના 250 કર્મચારીઓ શું કામગીરી કરે છે અને કયા ગાર્ડનમાં પ્લાન્ટેશન કરવા કેટલી ખુલ્લી જગ્યા છે તે સહિતનો રિપોર્ટ આગામી એક સપ્તાહમાં રજૂ કરવા પાલિકા કમિશનરે આદેશ કર્યો છે.

શહેરના 100થી વધુ ગાર્ડન પૈકી 10 ગાર્ડન સહિત 13 જગ્યા પર આગામી 3 વર્ષ માટે પ્લાન્ટ ઉગાડવા અને મેઇનટેનન્સ કરવા માટેની ઓફર વિવિધ એજન્સી પાસે મંગાવી હતી. કામોને મંજૂરી આપવા માટે ટેન્ડર સ્ક્રુટીની કમિટીમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે પાલિકા કમિશનર અકળાયા હતા. કારણ કે પાલિકાના ગાર્ડન વિભાગમાં હાલમાં 250 કર્મચારી હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું તેમ છતાં ખાનગી એજન્સીને ફાયદો કરાવવા માટેનો ખેલ રચવામાં આ‌વ્યો હોવાની ફરિયાદ મળી હતી, જેથી કમિશનરે આગામી એક સપ્તાહમાં શહેરમાં ગાર્ડનની સંખ્યા, ગાર્ડનમાં ખુલ્લી કેટલી જગ્યા છે, જગ્યામાં કેટલા પ્લાન્ટ ઉગાડવાનું આયોજન છે વગેરે માહિતી આપતો રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે.

શહેરના બગીચાઓમાં પ્લાન્ટેશન મામલે પાલિકા કમિશનર અકળાયા

માત્ર કાગળ પર કામો થતાં હોવાની આશંકા

શહેરનામોટાભાગના ગાર્ડનમાં પ્લાન્ટેશન સહિતની કામગીરી જે તે સમયે પાર પાડી દેવાતી હોય છે. જ્યારે ગાર્ડનને યોગ્ય મેઇનટેનન્સ કરવાનું હોવા છતાં 100થી વધુ બગીચાઓની દેખરેખ રાખવાની કામગીરીમાં પહોંચી નહીં વળતાં હોવાનું ગાણું ગાઇને કોન્ટ્રાકટરોને ફાયદો કરાવવા પ્લાન્ટેશન ઉગાડવાનો કારસો રચાયો હોવાની ફરિયાદ મળી હતી. જેથી કમિશનરે તમામ વિગતો મંગાવતાં ગાર્ડન વિભાગના અધિકારીઓ દોડતા થઇ ગયા છે.

એજન્સીને ફાયદો કરાવવાનો ખેલ : 1 સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા ફરમાન

અન્ય સમાચારો પણ છે...