તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતની સૌથી મોટી સીઝન એટલે સેલ અને એક્ઝિબીશન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મા રા સુરતમાં ફક્ત ત્રણ સિઝન ઉનાળો, શિયાળો અને ચોમાસું નથી હોતી. અહીં તો સૌથી અગત્યની સિઝન હોય છે ‘સેલ’ અને એક્ઝિબીશન ! સુરતીઓ ખુબ આતુરતાથી એક્ઝીબિશનની રાહ જુએ છે અને અતિશય ઉમળકાથી એને માણે પણ છે. મેળા સ્વરૂપે ઉમટી પડે છે. અને જાણે એમની જીંદગીમાં એક થ્રીલ આવી જાય છે. સવાર, બપોર અને સાંજ મોટા મોટા થેલાઓ લઈને ફરતા દેખાય છે અને મસ્ત મજાનો નાસ્તો અને મિજબાની માણતા દેખાય છે. લગ્નની ખરીદીઓ, તહેવારો માટે એડવાન્સમાં ડિઝાઈનર વેરનો સ્ટોકએપ અને વળી ટ્યુશન પર પહેરવાના રોજીંદા કપડાં..! પણ સુરતીઓ, તમે ખરા અર્થમાં સેલને સમજો છો ખરા? સેલ ફેક્ટરી આઉટલેટ અથવા કંપની સેલ હોય છે. ઘણા સ્ટોક ક્લીયરન્સ માટે સેલ રાખે છે અને ઘણા તો ખરેખર છેતરે છે. લેબલની કોસ્ટ વધારીને એના પર ડિસ્કાઉન્ટ આપે છે. ડિફેક્ટીવ પીસીસ પણ વેચી કઢાય છે. જુની ડિઝાઈન સસ્તા ભાવે પણ વેચાય છે. જેનાથી ખરીદનારને ફાયદો પણ થાય છે. ભાવાર્થ એવો છે કે બધા સેલમાં છેતરામણી થાય છે. એવું પણ નથી. પરંતુ સેલમાંં કાંઈપણ ખરીદો ત્યારે જોઇ લો કે એની ક્વોલિટી કે એનામાં ખામી કે ઉણપ તો નથી ને? તમે જે રકમ ચુકવો છે એનું સરખુ વળતર મળે છે કે નહી. એનું ચોક્કસપણે ધ્યાન રાખો. વાત ફક્ત કપડાંના સેલની નથી. જયારે પણ તમે સેલમાંથી ઇલેક્ટ્રીક ઇક્વીપમેન્ટ્સ કે ફર્નિચર પણ ખરીદો ત્યારે વાતનું ખાસ ધ્યાન રાખજાે. સેલમાંથી ડિફેક્ટીવ વસ્તુઓ મળી શકે એમ છે. એટલે જ્યારે પણ સેલમાંથી વસ્તુઓ ખરીદો ત્યારે વાતનું ખાસ ધ્યાન રાખજો.

સિટી ટ્રેન્ડ

{ સંગીતા ચોક્સી

ફેશનડિઝાઇનર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો