સન્માન સમારોહમાં અપમાન થાય તો કેમ પોસાય?

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત બાદ ભાવનગર અને જસદણમાં પણ સન્માન સમારોહમાં અપમાન થયા બાદ ભાજપના કાર્યકરોમાં ચર્ચા ચાલે છે કે સરકાર અને સંગઠનને વહાલા થવા માટે જે-તે વિસ્તારના પાટીદાર ઉદ્યોગપતિઓ કે આગેવાનો રાજસ્વી સમારંભો તો ગોઠવી દે છે પરંતુ તેમાં સન્માન થવાને બદલે આબરૂના કાંકરા થાય તેવો વિરોધ થાય છે. મીડિયાવાળા પાછા ઘા પર મીઠું ભભરાવે છે. એક કાર્યકરે જણાવ્યું કે જુઓને ભાઈ 18મી તારીખે સિંહોરમાં પણ પાટીદાર ઉદ્યોગપતિઓએ રાજસ્વી સન્માન સમારોહ ગોઠવ્યો હતો પણ કોણ જાણે કેમ છેલ્લી ઘડીએ કાર્યક્રમ રદ્દ કરવાની જાહેરાત છાપામાં આપવી પડી. સાંભળીને બીજા કાર્યકરે મુંછમાં મરકતાં કહ્યું કે મોટા ભાઈ કોઈ લાખના બાર હજાર કેટલી વાર કરેω?

અન્ય સમાચારો પણ છે...