તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પગાર આપતાં કારખાનેદારની ચાકુ ઝીંકી હત્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | કતારગામનવી જીઆઇડીસીમાં પગારના મુદ્દે કારીગરે 2200રૂ.ના પગાર મુદ્દે અેમ્બ્રોઇડરી કારખાનેદારની હત્યા નાખી હતી. પોલીસે હત્યાના આરોપી 21 વર્ષીય કારીગર યુવકની ધરપકડ કરી હતી.

કતારગામમાં સ્વસ્તિક એપાર્ટમેન્ટમાં રહેતા શાંતિભાઈ દિહોરા(42)નું કતારગામ નવી જીઆઇડીસી ખાતે એમ્બ્રોઇડરીનું ખાતું છે. તેમના ખાતામાં 4 મહિના પહેલા પ્રમોદ ઉર્ફ બબલુને નોકરીમાંથી છૂટો કરતાં પગાર મુદ્દે ઝઘડો કરીને શાંતિભાઇને ધમકી આપી શનિવારે ફરી શાંતિભાઇ સાથે ઝઘડો કરી શાંતિભાઇના પેટમાં ચપ્પુથી ત્રણ ઘા ઝીંકી દઈ હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. અલ્પેશ દિહોરાએ ફરિયાદ આપતાં પોલીસે મુળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો સુજીત ઉર્ફ પ્રમોદ ઉર્ફ બબલુ ઉર્ફ જગ્ગા રાજેન્દ્ર બીસ્વાલ (ઉ.વ. 21,રહે. ખડી મહોલ્લો, અમરોલી)ની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...