તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • પત્ની અને બે પ્રેમિકા વચ્ચે અટવાતા યુવાને ફાંસો ખાધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્ની અને બે પ્રેમિકા વચ્ચે અટવાતા યુવાને ફાંસો ખાધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરોલીમાંપત્ની અને બે પ્રેમિકા રાખતા યુવાનની તેની એક પ્રેમિકા સાથે ઝઘડો થયો હતો. બીજી પ્રેમિકા તેના કહ્યા મુજબ કામ કરતી હતી અને પત્ની વતન રહેતી હતી. જેથી હતાશ થયેલા યુવાને ફાંસો ખાઈ જીવનનો અંત આણી લીધો હતો.

મૂળ રાજકોટના જસદણ તાલુકાના કસેરા ગામના વતની અને હાલ અમરોલીમાં ખોડિયારધામ એપાર્ટમેન્ટમાં રહેતા કિરીટ દેવીદાસ કટોડીયા (35)એ શુક્રવારે સાંજે તેમના ઘરના બેડરૂમમાં પંખા સાથે નાઈલોન દોરી બાંધી ફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધું હતું. પીએમ માટે નવી સિવિલ ખાતે મોકલી આપી હતી. કિરીટ ફોટોગ્રાફીનું છૂટક કામ કરી પ્રેમિકા સોનલ સાથે રહેતો હતો. તેની પત્ની રેખાબેન અને ત્રણ સંતાન વતનમાં રહે છે. ડિંડોલીમાં ભાવના સાવલે નામની પ્રેમિકા પણ છે. જેની સાથે તેનો કોઈ વાતને લઈ ઝઘડો થયો હતો. જેમાં ભાવનાએ તેની સાથે બોલવાનું બંધ કરી દેતાં તે હતાશ થઈ ગયો હતો. બીજી તરફ સોનલ તેના કહ્યા મુજબ કરતી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો