ચેમ્બર ઓફ કોમર્સ હવે ચાઇનીઝ ભાષા શીખવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
good news

ટેક્સટાઈલ માર્કેટ અને હીરા માર્કેટ માટે ચાઈનાથી મશીનરી મંગાવાવમાં આવે છે. જ્યારે સુરતની વસ્તુ ચાઈનામાં એક્સપોર્ટ કરવામાં આવે છે. ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતી વખતે સુરતના વેપારીઓને કોમ્યુનિકેશન કરવામાં તકલીફ પડતી હતી. કોમ્યુનિકેશન કરવા માટે વેપારીએ અત્યાર સુધી દુભાષિયાનો ઉપયોગ કરવો પડતો હતો, જો કે-હવે દુભાષિયાનો ઉપયોગ કર્યા વિના ચાઇનીઝ ભાષા બોલી શકાશે. સાથે હાલ સુધી ભાષાને લઇને થતાં મિસ ટ્રાન્ઝેક્શન તેમજ મિસ અંડરસ્ટેન્ડિંગને પણ દૂર કરી શકાશે. ક્લાસમાં એક્સપર્ટ દ્વારા ત્રણ મહિના સુધી ચાઇનીઝ ભાષાના વ્યાકરણથી લઇને જટીલ શબ્દો વિશે અભ્યાસ કરાવવામાં આવશે.

ચેમ્બર દ્વારા શરૂ કરાયેલા કોર્સમાં કોઇપણ સુરતી રજીસ્ટ્રેશન કરાવી શકે છે. કોર્સ ત્રણ મહિનાનો છે. જેમાં એક અઠવાડિયામાં બે દિવસ ક્લાસ લેવાય છે.

ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ બી.એસ.અગ્રવાલ કહે છે કે, ‘અમેરિકા, ઇંગ્લેન્ડ જેવા દેશમાં વેપાર કરવો હોય તો અંગ્રેજીથી કમ્યુનિકેશન કરી શકાય છે. પણ ચીન-જાપાન જેવા દેશો સાથે વ્યાપાર કરવો હોય તો ચાઇનીઝ અને જાપાનીઝ ભાષા આવડે જરૂરી છે. ચાઇનામાંથી અનેક મશીનરીઓ સુરત આવે છે અને સુરતીઓ પણ ચાઇનામાં અનેક વસ્તુઓ એક્સપોર્ટ કરી રહ્યા છે.

જલ્પેશ કાળેણા @srt_cbસુરતીવેપારીઓનો ચાઇના સાથે વેપાર વધી ગયો હોવાનો કારણે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હવે સુરતનાં બિઝનેસમેનોને ચાઇનીઝ ભાષા શીખવવામાં આવી રહી છે. સુરતી બિઝનેસમેન ચાઇના સાથે વ્યાપારિક સંબંધો સારી રીતે કેળવી શકે હેતુસર ત્રણ મહિનાનો ચાઇનીઝ ભાષાનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. કોર્સમાં માત્ર ચાઇના સાથે વેપારમાં સંકડાયેલા સુરતીઓને નહીં પણ કોઇ પણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો ચેમ્બર ઓફ કોમર્સ ખાતે સંપર્ક કરીને ક્લાસમાં જોડાઇ શકે છે.

ANCHOR

અન્ય સમાચારો પણ છે...