• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બે દિવસ ST બસનાં પૈંડાં ઠપ, વિદ્યાર્થીઓની કસોટી

બે દિવસ ST બસનાં પૈંડાં ઠપ, વિદ્યાર્થીઓની કસોટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજથી બોર્ડ પરીક્ષાનો ધમધમાટ, કેન્દ્રો પર કલાક વહેલા પહોંચી જવા શિક્ષકોની સલાહ

પડતરપશ્નોનો લઈ છેલ્લા કેટલાક સમયથી એસ ટી કર્મચારીઓ અને સરકાર વચ્ચે લડાઈ ચાલી રહી છે. જે લડાઈનો અંત લાવવા માટે સુરત એસ ટી નિમગમા 2400 જેટલા ડ્રાઇવરો, કંડકટરો સહિતના કર્મચારીઓ 15 માર્ચે રાત્રે 12:0 0 વાગ્યા બાદ બે દિવસની સામુહિક સીએલ મુકી હડતાલ ઉપર જઇ રહ્યા છે. જેને કારણે સુરતની 450 એસ ટી બસના પૈડા થંભી જતા બોર્ડના વિદ્યાર્થીઓ તેમજ હજારો મુસાફરોએ રઝળશે.

15મીએ સુરતના તેમજ ગ્રામ્ય વિસ્તાર મળી કુલ દોઢ લાખ વિદ્યાર્થીઓ એચએસસી અને એસએસસીની પરીક્ષા આપી રહ્યા છે. જેમાના મોટા ભાગના ગ્રામ્ય વિદ્યાર્થીઓ એસ ટી નિગમની બસનો ઉપયોગ કરી શાળાએ પરીક્ષા આપવા જતા હોય છે. ત્યારે સુરત એસ ટી કર્મચારી યુનિયનના જનરલ સેક્રેટરી કૌસલ દેસાઈએ જણાવે છે કે, દરેક સરાકારી ક્ષેત્ર તમામ વર્ગના કર્મચારીઓને લાભ આપ્યા છે. જ્યારે એસ ટી વિભાગ પારકુ ગણી તેને લાભ આપ્યા નથી. શું એસ ટી નિમગમાં ફરજ બજાવતા ડ્રાઈવર, કંડક્‍ટરો, મિકેનિકલ વિભાગ સહિતના કર્મી ઓના પરિવાર નથીω સરકાર મોટી મોટી જાહેરાત કરે છે. પરંતુ તેનો અમલ કરવામાં કેમ અટકી જાય છે. તેઓએ હજુ સુધી છઠ્ઠા પગાર પંચનું એરિયર્સ અને સાતમાં પગાર પંચનો લાભ આપવામાં આવ્યો નથી. વારંવાર રજૂઆત કરવા છતા આશ્વાસન મળે છે.

તંત્રની ભૂલના કારણે ધો. 12 સાયન્સના 215 પરીક્ષાર્થીઓને પૂણાગામ સીતાનગર ચોક ખાતેની ક્રિષ્ણા સ્કૂલને બદલે અર્ચના સ્કૂલની હોલ ટિકિટ ફાળવી દેવાઈ છે. જો કે, તમામ પરીક્ષાર્થીઓએ ક્રિષ્ણા સ્કૂલમાં પરીક્ષા આપવાની રહેશે.

તંત્રની ‘મહેરબાની’થી અર્ચના સ્કૂલના વિદ્યાર્થીઓ ક્રિષ્ણા સ્કૂલમાં પરીક્ષા આપશે

ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં પાસ થયા હોય પરંતુ પોતાના પરિણામથી સંતોષ નહિં હોય એવા વિદ્યાર્થીઓ ફરી એકવાર વર્ષે પરીક્ષા આપશે. વર્ષે આવા ધો.10ના 968 જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહના 268 વિદ્યાર્થીઓ ફરી એક વાર પરીક્ષા આપશે.

1236 પાસ વિદ્યાર્થીઓ ફરી પરીક્ષા આપશે

ગેરરીતિ ડામવા તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસી કેમેરા લગાડાયા છે. જેનાથી સતત મોનિટરીંગ કરાશે તથા સીડી તૈયાર કરીને છેવટે ચેક પણ કરાશે. 74 પરીક્ષા કેન્દ્રો પૈકી સર જે.જે. સ્કૂલમાં કેમેરા નહીં હોવાથી ટેબલેટથી મોનિટરીંગ કરાશે.

કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ

ધોરણ 10 12 (કોમ.) 12 (સાય.) કુલ

ઝોન 6 4 2 12

કેન્દ્રો 46 21 7 74

બિલ્ડીંગ 293 131 71 495

બ્લોક 3246 1455 866 5567

વિદ્યાર્થીઓ 92957 41662 16599 151218

7 ઝોનના 74 કેન્દ્રો પર 1.51 લાખ વિદ્યાર્થીઓ, પરીક્ષક તરીકે 10 હજારથી વધુનો સ્ટાફ

ધો. 10માં ગુજરાતી, 12 કોમર્સમાં નામાનાં મૂળતત્વો, 12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર

અન્ય સમાચારો પણ છે...