• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરત |સબજેલની જગ્યા પર પાલિકાનુ નવુ 60 માળનુ વહીવટી ભવન

સુરત |સબજેલની જગ્યા પર પાલિકાનુ નવુ 60 માળનુ વહીવટી ભવન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત |સબજેલની જગ્યા પર પાલિકાનુ નવુ 60 માળનુ વહીવટી ભવન બનાવવા માટે છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી ટલ્લે ચડેલી કામગીરી પાટે ચડાવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. તેમાં 60 માળનુ બિલ્ડીંગ બનાવવા માટે એજન્સીઓ પાસે એકસપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે કેટલી એજન્સીઓ 60 માળની બિલ્ડીંગ બનાવવા માટે તૈયારી બતાવે છે તે માટેની ઓફર મંગાવવામાં આવી છે. તેના માટે પાલિકાએ ગ્રીન બિલ્ડીંગ અને અન્ય રીતે હાલમાં બનતી બિલ્ડીંગ પ્રમાણે ઓફર મંગાવી છે. અગાઉ પાલિકાના નવા વહીવટી ભવનમાં તમામ સરકારી કચેરીઓને એક છતની નીચે આવરી લેવા માટેનો નિર્ણય કરી દેવામાં આવ્યો હોવાથી નવા 60 માળના બનનારા વહીવટી ભવનમાં અન્ય કોમર્શિયલ પ્રવૃતિ નહીં થાય તે નક્કી કરી દેવાયુ છે.

વહીવટ | પાલિકાની બિલ્ડિંગ માટે એજન્સીઓ પાસે ઓફર મંગાવાઇ

અન્ય સમાચારો પણ છે...