16મીએ કોઇ IT સરવે નહીં થાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | નોટબંધીને લઇને અધિકારીઓ પર કામનુ ભારે પ્રેશર છે. અધિકારીઓ કહે છે કે દોડાવી-દોડાવીને કામ તો કરાવવામાં આવી રહ્યું છે પરંતુ તેની સામે પડતર પ્રશ્નો મામલે સરકારે ચૂપકીદી સેવી છે. સાતમાં પગારપંચના કેટલાંક લાભો, બઢતી અને બદલીના પ્રશ્નો ઉપરાંત અન્ય પેન્ડિંગ ડિમાન્ડ બાબતે કોઈ પ્રતિઉત્તર આવ્યો નથી. સૂત્રોએ ઉમેર્યું કે ચાર મહિનામાં પડતર માંગણીઓ મામલે ચાર કેબિનેટ સભ્યોની બનેલી કમિટિ રિપોર્ટ આપવાની હતી પરંતુ તેને પણ એક વર્ષથી વધુનો સમય થઈ ગયો છે. એટલે હવે અંતિમ હથિયાર તરીકે 16મીના રોજ હડતાળ પાડવામાં આવશે. તેમાં આઇટીઓ પણ સપોર્ટ કરશે.

અન્ય સમાચારો પણ છે...