તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ટાયર બદલવા ઉભેલી લકઝરી બસને ટ્રકે ટક્કર મારતાં ચાર વ્યકિતના મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટાયર બદલવા ઉભેલી લકઝરી બસને ટ્રકે ટક્કર મારતાં ચાર વ્યકિતના મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | મોડાસા/મોટીઇસરોલ

મોડાસા-શામળાજીમાર્ગ પર મોટીઇસરોલ નજીક બુધવારે રાત્રે 3:30 વાગ્યે રાજસ્થાનના ભીમથી સુરત જતી લકઝરી બસના ટાયરને પંકચર થતાં ડ્રાઇવર અને ક્લીનર ટાયર બદલાતાં હતા ત્યારે પાછળથી આવતી ટ્રકે ટક્કર મારતાં લકઝરીમાંથી ઉતરી બહાર ઉભેલા 4 જણાં પર લકઝરીનું ટાયર ફરી વળતાં મોત નીપજ્યાં હતાં. જ્યારે અન્ય 12 મુસાફરોને સારવાર અર્થે ખસેડાયા હતા.

રાજસ્થાનથી સુરત જતી લકઝરી બસ નં. આર.જે.30 સીએ 4311 નું ટાયર પંકચર થતાં ચાલકે ટાયર બદલવા બસને મોડાસા-શામળાજી ફોર લેન્ડ માર્ગ ઉપરના મોટીઇસરોલ નજીક પાર્ક કરી હતી. તે સમયે રાત્રીના 3.30 કલાકે ટ્રક ટ્રેલર નં. આરજે.06, જીબી 6852 ના ચાલકે લકઝરી બસને જોરદાર ટક્કર મારી દેતાં લકઝરી બસમાંથી નીચે ઉતરી આગળના ભાગે બેસેલા 4 મુસાફરો ઉપર લકઝરીના ટાયર ફરી વળતાં કમકમાટીભર્યા મોત નીપજયા હતા. અકસ્માતમાં ઘવાયેલા 12 મુસાફરોને મોડાસાની સાર્વજનિક હોસ્પીટલમાં ખસેડી સારવાર પુરી પડાઇ હતી. અકસ્માત સ્થળેથી ટોલપ્લાઝાની એમ્બ્યુલન્સ ને જાણ કરવા છતાં સમયસર નહી પહોંચેલી સેવા સામે ભારે રોષ ફેલાયો હતો.

લકઝરીને ટક્કર વાગતાં આગળ બેઠેલા મુસાફરોના મોત નીપજયા હતા.

કમનસીબ મૃતકો

{ડાલચંદ સુવાલાલજી કલાલ (મેવાડા) - ઉ.વ.30, રહે.કાલાગુન,તા.દેવગઢ

{ ડાલચંદ ધરમચંદ કલાલ- ઉ.વ.21,

રહે.કાલાગુન તા.દેવગઢ,(રાજસ્થાન)

{ લાડુલાલ સુખલાલજી કલાલ(30)

કુડેલી, તા.દેવગઢ,જી.રાજસમંદ

{ધર્મેશભાઇ દેવીલાલ પ્રજાપતિ (29)

રહે.લાબોડી, તા.કુંભલગઢ,જી રાજસંમદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો