તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘કર્મ બંધનનો પાયો રાગ અને દ્વેષ છે’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીવર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક મહાસંઘ ખાતે આજે ધર્મસભામાં સંત રૂપમુનિજી મહારાજ, સુકનમુનિજી, અમૃતમુનિ અને અમરેશ મુનિની નિશ્રામાં ધર્મસભા મળી હતી. સંત રૂપમુનિજીએ જણાવ્યું કે, કર્મ બંધનનો પાયો રાગ અને દ્વેષને બતાવવામાં આવ્યો છે. આધ્યાત્મ સાધના કર્મથી મુક્ત રહેવાની સાધના છે. કર્મના બે પ્રકાર છે વ્યક્તિ એકાસણું કરે છે અને આખો દિવસ ફરાળી અને અન્ય વસ્તુ ખાધા રાખે છે તે એકાસણું નિરર્થંક ગણાશે, રૂપ-રજત સભાગારમાં સંતે કહ્યું કે અન્ન પણ બધા નવ લાખ દેવાતાઓથી અગ્ર સ્થાનમાં છે. અન્નનો જે વ્યક્તિ બગાડ કરે છે અને રોટલીની ઇજ્જત નથી કરતો તેને દરિદ્રતા સહન કરવી પડે છે. અન્નનો ત્યાગ તપ છે, પોત-પોતાના ધર્મને મનાવાનો બધાને હક છે. શ્વેતાંબર સમાજનાં પર્યુયણ પૂર્ણ તથા વિધિવત દિગમ્બર સમાજના દસ લક્ષણા પર્વના રૂપમાં સમાજ આરાધના કરશે. કર્મો પર જોર આપતાં એક ભજનના માધ્યમથી કર્મનુ મહત્વ સમજાવ્યું હતું. કર્મબંધનથી છુટવું મુશ્કેલ છે. સાત પેઢીનું દેવુ મળે છે, પહેલાના જમાનામાં ભાઇઓમાં ઘણો પ્રેમ જોવા મળતો હતો તે ભાવનાથી ઓછું લેવાની પરંપરા હતી. વર્તમાન સમયમાં ભાઇઓથી વધુ છિનવવાની પ્રથા ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો