તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • પાટીદાર અભિવાદન સમારોહમાં 10થી 15 હજાર લોકોની હાજરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટીદાર અભિવાદન સમારોહમાં 10થી 15 હજાર લોકોની હાજરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુરૂવારેઅબ્રામા ખાતે પાટીદાર અભિવાદન સમારોહમાં બે લાખ કરતા વધુ લોકો આવશે તેવો દાવો કરાયો હતો. તે માટે હીરાના કારખાનામાં રજા આપવા ઉપરાંત કેટલીક શાળાઓમાં વાલીઓને ખાસ હાજર રહેવા માટે સુચના આપી હતી. છતાં કાર્યક્રમમાં માંડ 10થી 15 હજાર લોકો હાજર રહ્યા હતા.જ્યારે કાર્યક્રમમાં હોબાળો થવાની શરૂઆત થતા લોકો સમારોહમાં ધીમે ધીમે બહાર નીકળી ગયા હતા. જ્યારે અમિત શાહ ભાષણ આપવા માટે ઉભા થયા ત્યારે માંડ બેથી ત્રણ હજાર લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પાસ સાથે જોડાયેલો વિપુલ માંગુકીયા સમારોહમાં પોલીસના વેશમાં આવીને પત્રકારોની બેઠક વ્યવસ્થામાં બેસી ગયો હતો. જ્યારે અમિત શાહનુ ભાષણ જેવુ પુરૂં થયુ કે તરત હિટલરશાહી બંધ કરોના નારા લગાવીને ડાયસ પર ધસી ગયો હતો. પરંતુ બંદોબસ્તને કારણે વિપુલને પોલીસે દબોચી લઇને અટકાયત કરી હતી.

સુરતમાં પાટીદાર અભિવાદન સામારોહમાં બબાલ.તસવીર હેતલ શાહ

હોબાળો ના થાય તે માટે ત્રણ વખત ગૃહ રાજ્યમંત્રીને બોલાવાયા

પાટીદારઅભિવાદન સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ભાષણ વખતે હોબાળો નહીં થાય તે માટે તાત્કાલિક પગલાં ભરવા માટે અમિત શાહે રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાને બોલાવીને સુચના આપી હતી. ત્યાર બાદ સમારોહમાં હોબાળો મચાવતા લોકોને તાત્કાલિક અટક કરવાની કાર્યવાહી પોલીસ વિભાગે શરૂ કરી હતી. તેના કારણે અમિત શાહ ચાર મિનિટ સુધી પોતાનુ ભાષણ આપી શકયા હતા.

‘હિટલર શાહી બંધ કરો’ ના નારા ગૂંજ્યા

અબ્રામા ખાતે પાટીદાર અભિવાદન સમારોહમાં બે લાખ કરતા વધુ લોકો આવશે તેવો દાવો કરાયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો