તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપના‘લાખના બાર’ પાટીદારોએ શાહની સભા બગાડી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતની સભામાં ખુરશીઓ તોડી, હંગામો કર્યો, લાઈટો પણ બંધ કરાવી દીધી

ભાજપનાવર્ચસ્વ અને પાસના અસ્તિત્વના જંગમાં ગુરૂવારે પાસનો હાથ ઉપર રહ્યો હતો. સભામાં એક લાખ લોકો આવવાનો દાવો હતો પરંતુ માત્ર 12થી 15 હજાર લોકો આવ્યા હતા. નિયત કાર્યક્રમ મુજબ સમારંભ ચાર કલાક ચાલવાનો હતો તેના બદલે માત્ર એક કલાકમાં સમેટાઈ ગયો હતો. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમના પ્રવચનો અનુક્રમે માત્ર ચાર મિનીટ અને બે મિનીટમાં પતાવી દેવાની ફરજ પડી હતી. અમિત શાહે પાટીદારોનો ઋણ સ્વીકાર્યો હતો જ્યારે મુખ્યમંત્રીએ સરકારી યોજનાઓ જણાવી હતી. કાર્યક્રમ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ, હાર્દિક અને આપના ઇશારે 50 થી 100ના ટોળાએ ખુરશી ઊછાળી અને ઇલેક્ટ્રિકના કારીગરને બાનમાં લઈ લાઈટો બંધ કરાવી દીધી હતી. કાર્યક્રમ શરૂ થતાની સાથે હોબાળો શરૂ થયો હતો. મંચ પર ધમાલ શરૂ કરનારો યુવક પહેલેથી મીડિયા ગેલેરીમાં બેઠો હતો, ...અનુ.પાનાં નં.11અંગે આઇબીને અંદાજ હતો. પાટીદાર યુવાનોએ ચાર બસ અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. સ્થિતિ કાબૂમાં લેવા ટીયરગેસના સેલ છોડાયા હતા. 55થી વધુની ધરપકડ કરાઇ છે. બીઆરટીએસ બંધ કરાઇ છે.

...અનુસંધાન પાનાં નં.11

એસટી બસો પણ કામરેજને બદલે ઓલપાડ ડાયવર્ટ કરવી પડી હતી. રમસીમા હતી કે સ્ટેજની નજીક મિડીયા ગેલેરીમાં બેઠેલા પાસના એક કાર્યકરે ઊભા થઈને સૂત્રોચ્ચાર કરતાં સરકારના ગુપ્તચર તંત્ર અંગે પણ શંકાના વાદળો ઊભા થયા હતાં. ધારીના ધારાસભ્ય નલિન કોટડીયા અને પાસના રેશ્મા પટેલ સહિત 55 લોકોની ધરપકડ કરાઈ હતી. અંધાધૂંધીના પગલે સ્થળ બહાર પણ પોલીસ પર પથ્થરમારો થયો હતો. જવાબમાં પોલીસને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. પી.પી. સવાણીની બે બસ તથા અન્ય બે ખાનગી બસ પર પથ્થરમારો કરાયો હતો. સભામાં ઉપસ્થિત પાટીદારોએ હાર્દિક તરફી તથા જય સરદાર, જય પાટીદારના સૂત્રોચ્ચાર કર્યા હતાં. ડોમમાં લોકોએ ખુરશી પણ ઉછાળી હતી અને અમિત શાહ ગો બેકના સૂત્રો પણ પોકાર્યા હતાં. એક લાખ લોકો આવવાના દાવા સામે માત્ર 10 થી 15 હજાર લોકો સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્ય અને કેન્દ્રના અનેક પ્રધાનો અને સંગઠનમાંથી ઘણાં કદાવર નેતા સ્ટેજ પર હાજર હોવા છતાં માત્ર ચાર નેતાઓએ ભાષણ કર્યા હતાં. તેમાં અમિત શાહ, વિજય રૂપાણી, પુરૂષોત્તમ રૂપાલા અને જીતુ વાઘાણીનો સમાવેશ થાય છે. માજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સ્ટેજ પર હાજર હતાં પણ તેમણે ભાષણ કર્યુ નહોતું. કાર્યક્રમના પ્રારંભે સમારંભના આયોજક મહેશ સવાણી અને મુકેશ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં.

દરમિયાનમાં સાવચેતીના પગલારૂપે વરાછા વિસ્તારની બી.આર.ટી.એસ. બસ સેવા બંધ કરાઈ હતી. સાવચેતીના પગલારૂપે સુરતની બહાર કામરેજ થઈને જતી એસ.ટી. બસને ઓલપાડ - સાયણ માર્ગ પર ડાયવર્ટ કરાઈ હતી. સમારંભ સ્થળની બહાર નીકળેલા લોકોએ ભાજપના ખેસ અને ટોપી પણ સળગાવતા એક તબક્કે ગભરાટ ફેલાઈ ગયો હતો. આવા બનાવોને પગલે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધુ કડક બનાવાયો હતો.

અમિતશાહ |પાટીદાર સમાજે બહુ મોટો કાર્યક્રમ આયોજન કરીને ભાજપને સમર્થન આપ્યુ છે તે બદલ તમામનો આભાર માનુ છું. ભાજપનો વિકાસ, ગુજરાતનો વિકાસ અને પાટીદાર સમાજનો વિકાસ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે તેની ખાત્રી હું આપુ છુ. અત્યાર સુધી ભાજપનો વિકાસ થયો છે તે માટે પાટીદાર સમાજનો જે યોગદાન આપ્યુ છે અને જે પ્રમાણે ભાજપના વિકાસમાં પાટીદાર સમાજનો સિંહફાળો રહેલો છે તેનો હું ઋણ સ્વીકાર કરૂ છું.

વિજયરૂપાણી |આપ સૌએ અમારૂ સન્માન કરીને શક્તિ આપી છે. જેથી પ્રજાના કામો થાય અને સુખાકારી વધે તે સૌનૌ આભાર માનુ છું. ઉપરાંત પાટીદાર સમાજને ખાત્રી આપુ છુ કે ખેતી, સિંચાઇ, પીવાના પાણી અને સૌની યોજના થકી ખેડુતો અને ગામડુ સુખી થવાનુ છે. જેથી પાટીદાર સમાજની મહેનત એળે નહીં જાય તે માટે સરકાર કટીબધ્ધ છે. તેમજ ગામડામાં રહેતા લોકોને પણ રક્ષણ આપવાની જવાબદારી સરકારે નિભાવી છે. તમામ સમાજને સાથે રાખીને વિકાસ કરવામાં આવશે.

{અમિત શાહ માત્ર ચાર મિનિટ અને મુખ્યમંત્રી બે મિનિટ બોલી શક્યા

{શાહે પાટીદારોનું ઋણ સ્વીકાર્યું, રૂપાણીએ સરકારની યોજના જણાવી

{પોલીસે ટિયરગેસ છોડી, 55ની ધરપકડ

{સભામાં ખુરશી ફેંકી, બસો પર પથ્થરમારો

{આઈબીને પાસની રણનીતિનો કોઈ અંદાજ નહોતો

{મંચ સામે ધમાલ કરનારો યુવક મીડિયા ગેલેરીમાં બેઠેલો હતો

{ભાજપ પાટીદારોમાં વર્ચસ્વ બતાવવા સુરત ગયો હતો પણ ‘દાવ થઈ ગયો’

ડોમમાં પાસના કાર્યકરોએ ભારે ધમાલ મચાવી ખુરશીની તોડફોડ કરી અને હવામાં ઉછાળી હતી. તસવીર: હેતલ શાહ

કરવા ગયા કંસાર, થઈ ગઈ થૂલી

4 કલાકનો કાર્યક્રમ 1 કલાકમાં પત્યો, પાસએ સભાનો પાવર કાપી નાખ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો