સિટી સેમિનાર

ઇન્ટરનેટ એડિક્શન છોડવું હોય તો યોગ કરો ‘ગીતામાંખુબ સારી રીતે સમજાવાયું છે કે યોગ કરવાથી વ્યક્તિ પોતાની જાત...

DivyaBhaskar News Network | Updated - Jun 23, 2017, 04:30 AM
સિટી 
 સેમિનાર
ઇન્ટરનેટ એડિક્શન છોડવું હોય તો યોગ કરો


‘ગીતામાંખુબ સારી રીતે સમજાવાયું છે કે યોગ કરવાથી વ્યક્તિ પોતાની જાત સાથે મળે છે. યોગ એટલે મન, શરીર અને આત્મનું મિલન.! આજનો યુવાન ટેકનોલોજીમય થઇ ગયો છે, પણ યોગ કરવાથી તે પોતાનું માનસિક સંતુલન દરેક પરિસ્થિતિમાં જાળવી શકે છે. યોગમાં એટલી શક્તિઓ રહેલી છે જેથી ઇન્ટરનેટ એડિક્શન દૂર થઇ શકે છે’ સુરતના અડાજણની એક એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ખાતે વર્લ્ડ યોગા ડે અંતર્ગત પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાત સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ ચિંતન પાઠક દ્વારા જણાવવામાં આવી હતી. ‘યોગા ઈઝ અલ્ટીમેટ સોર્સ ટુ રીકવર ફોર્મ ઈન્ટરનેટ એડિક્શન‘ વિષય પર યોજવામાં આવેલા કાર્યક્રમમાં યોગાસનની મદદથી ઇન્ટરનેટ એડિક્શનથી કંઇ રીતે બહાર આવી શકાય તે વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યાં હતાં.

યોગાસનમાં કરવામાં આવતી શ્વાસની પ્રક્રિયાથી બ્રેઈન એક્ટિવિટી વધે છે, જેથી ડાબા અને જમણા મગજ વચ્ચેનું કોમ્યુનિકેશન વધવાથી વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ બને છે. જેમાં બોડી અને માઈન્ડ વચ્ચેનું કનેક્શન વધવાથી વ્યક્તિનો એડિક્શન પર કન્ટ્રોલ થઈ શકે છે. આથી દરરોજ બે કલાક યોગા કરવાથી ઈન્ટરનેટ એડિક્શન ઘટાડી શકાય છે.

છેલ્લા દાયકાને જોતા ઈન્ટરનેટ અને સ્માર્ટફોનના વપરાશનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે 2020 સુધીમાં ભારત દુનિયાનો સૌથી વધુ સ્માર્ટફોન ધરાવનાર દેશ હશે. કારણ કે આધુનિક ટેકનોલોજી જેવી કે ઈન્ટરનેટ ફોર વીંગ્સ અને આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ પર કામ કરતા ડિવાઈઝથી મોટા ભાગનું સંચાલન અને સંદેશાવ્યવહાર થશે. સોશિયલ મિડીયામાં થયેલા એક સર્વે પ્રમાણે ભારતના લોકો ઓનલાઈન મ્યુઝીક, મુવી અને સોશિયલ નેટવર્કિંગ માટે સોશિયલ મિડીયાનો ઉપયોગ કરે છે અને તેના સતત વપરાશથી વ્યક્તિને એડિક્શન થઈ જાય છે. જેથી ઉંધ આવવી અને વર્તણૂક બદલાઈ જવી જેવી સમસ્યાઓ સર્જાય છે.

X
સિટી 
 સેમિનાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App