• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • SMC આવાસમાં લોકો રહેવા આવે તે પહેલાં કનેકશન કપાયા

SMC આવાસમાં લોકો રહેવા આવે તે પહેલાં કનેકશન કપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મગદલ્લા ખાતે પાલિકા દ્વારા તૈયાર કરાયેલા નવા આવાસમાં રહેવા આવેલા રહીશો દ્વારા પાવર કટના મુદ્દે હોબાળો મચ્યો હતો. ઘટના મુજબ આવાસના કોમન મીટરનું બાકી રહેલું 1.47 લાખનું બિલ નહી ચૂકવતા માર્ચ એન્ડીંગના કારણે તપાસ પર નીકળેલી ટીમ દ્વારા કનેકશન કાપી લેવાયું હતું. પાલિકા દ્વારા તૈયાર કરાયેલા આવાસની એક બિલ્ડીંગમાં 32 ઘર તૈયાર કરાયા છે. રહીશો સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું હતું કે પાલિકા દ્વારા 50 ટકા ઘરમાં રહેવા આવવા પર લિફ્ટ ઉપયોગ કરવા દેવામાં આવશે.

એવામાં હજુ પણ બાંધકામની કામગીરી યથાવત હોય અને કોન્ટ્રાકટર દ્વારા સામાન લઇ જવા માટે લિફ્ટનો પ્રયોગ કરાય છે પણ રહીશોને લિફ્ટ ઉપયોગ કરવા દેવામાં આવતી નથી. લોકોને વધી બાબતે તકલીફ વેઠવી પડી રહી છે. જેનું નિરાકરણ આવે પહેલા એક તબક્કે ગરમીમાં વીજળી વગર રહેવાનો વારો પણ તંત્રની લાલીયાવાડીના કારણે આવ્યો હતો.

હવે કોમન મીટરનું દોઢલાખ પર પહોચી ગયેલું બિલ કોણ ભરશે તે સવાલ ઉદ્દભવ્યો છે આજરોજ અચાનક ડીજીવીસીએલની ટીમ દ્વારા પાવર કટ કરી દેવાતાં રહીશોએ હોબાળો કરતાં ઘટના સ્થળે પહોંચેલી ટીમે બિલ ભરવા એક અઠવાડિયાનો સમય આપી કનેકશન ફરી જોડી દીધું હતું.

માર્ચ એન્ડિગના કારણે ટીમ ફિલ્ડ પર નીકળી

^સુરત મહાનગરપાલિકાની બિલ્ડીગોના કોમન મીટરના બિલ બાકી હતા. જોકે એક બે દિવસથી બિલ ભરવાની કામગીરી શરૂ કરી દેવાય છે. માર્ચ એન્ડીંગના કારણે પાવર કટ કરવા ટીમ ફિલ્ડ પર નીકળી છે અને મગદલ્લા આવાસ ગઇ હશે. હું ફિલ્ડ પર હતો એટલે વાતની મને જાણ નથી. >જે.એમ.ચાવડા,ડેપ્યુટી એન્જીનિયર,પીપલોદ સબડિવીઝન

વીજ કંપનીની ટીમ પહોંચતા લોકોએ હોબાળો મચાવ્યો

આવાસના કોમન મીટરનું 1.47 લાખનું બિલ ભરવા માટે ડીજીવીસીએલએ અઠવાડિયાની મુદ્દત આપી

અન્ય સમાચારો પણ છે...