ટી-સ્ટોલથી ફાઈવસ્ટાર હોટલની સફર રજૂ કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

શહેરની ડુમ્મસ રોડ ખાતે આવેલી એક હોટલમાં આન્ત્રપ્રિન્યોર મિટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શહેરની એક હોટેલનાં માલિક નરેન્દ્ર સોમાણીએ પોતાની સકસેસ સ્ટોરી રજૂ કરી હતી. એમણે કહ્યુ હતું કે ‘કેટરીંગનો સારો બિઝનેસ હોવા છતા મેં કંઇક નવું કરવાનો વિચાર કર્યો અને મેં મારૂ પોતાનું નાના પાયે ચાલુ કર્યુ અને ચાનો સ્ટોલ કર્યો, મેં ચાનાં સ્ટોલ પરથી વધુ શું કરી શકાય એ વિશે અને બિઝનેસને કેવી રીતે વધારી શકાય એ વિશે વિચારતો હતો, એ જ સમયે જ મેં 5 સ્ટાર હોટેલનું સપનું જોયેલુ અને એ સપનાને પુરુ કરવા માટે મેં ચાની લારીમાંથી ચાટની લારી કરી, કંઇક નવુ કરો તો જ તમે સફળ થઇ શકશો એ વાત મગજમા રાખી મેં ડગલેને પગલે પોતાની જાતને મોટિવેટ કરી અને હું નાનામાં નાનો બિઝનેસ લેવા સુરત સુધી પણ આવતો જેનાં માટે હું સવારે કર્ણાવતીમાં બેસી સુરત આવતો અને ગાંધીધામમાં પાછો જતો. આ બધી હાડમારીઓ પછી મારા હોટેલનું સપનું મને નજીક લાગ્યુ ત્યારે હજી મુશ્કેલીઓ ઓછી થઇ નહીં. જ્યારે મેં 100 થી વધારે બેંકોનાં ધક્કા ખાધા ત્યારે જઇને મને એક બેંક તૈયાર થઇ અને મને મુડી હાથમાં મળી. મગજમાં નવા વિચારો અને કંઇક નવું કરવાનું સાહસ રાખો તો તમે જરૂર આગળ વધી શકો. અને એનાં કારણે સેન્ટ્રલાઇઝ કિચનનો કોન્સેપ્ટ મારા મગજમાં આવ્યો અને મેં એને ઇમ્પ્લિમેન્ટ કરી નાખ્યો અને એ આઇડિયા ગુજરાતમાં પ્રથમ આઇડિયા હતો.’ શહેરના આન્ત્રપ્રિન્યોર મોટિવેટ થાય એ માટે મીટમાં સક્સેસ સ્ટોરી સેશન યોજવામાં આવે છે.

આગળ વધવુ હોય તો પોતાનાં કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો

કોઇપણ વસ્તુ માટે ટ્રાય જરૂરથી કરો, સફળ થાઓ કે નહિં થાઓ પણ ટ્રાય જરૂરથી કરજો, નહિં થાય એવી પુર્વભૂમિકા ન બાંધી દો.

ફેલિયરમાં હંમેશા નેગેટીવ નહિં, પોઝીટીવ વિચારવું’

અન્ય સમાચારો પણ છે...