તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મધ્યાહન ભોજનમાં આવેલ સુખડીના 21 કોથળા કચરાપેટીમાં ફેંકી દેવાયા

મધ્યાહન ભોજનમાં આવેલ સુખડીના 21 કોથળા કચરાપેટીમાં ફેંકી દેવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિક્ષણસમિતિની આંજણા વિસ્તારમાં આવેલી ઉર્દૂ માધ્યમની શાળાની બહાર કચરાપેટી પાસેથી મધ્યાહન ભોજન અંતર્ગત બાળકોને આપવાની સુખડીના 21 કોથળા મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. કચરાપેટીમાં સુખડી ફેંકી દેનાર શાળાના ત્રણ આચાર્યોને તાકીદે બોલાવી ચેરમેને ખુલાસો માંગીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આંજણામાં શાળા ક્રમાંક નં 194, 196, 253 નંબરની ઉર્દૂ માધ્યમની શાળા આવેલી છે. શાળા બહાર કચરા પેટી પાસેથી થોડા દિવસો અગાઉ બાળકોને મધ્યાહન ભોજનમાં આપવા આવેલ સુખડીના 21 કોથળા મળી આ‌વ્યા હતા. બાબતે નિરીક્ષક દ્વારા શાસનાધિકારી અને ચેરમેનને જાણ કરવામાં આવી હતી. મામલાને ગંભીરતાથી લઇને ચેરમેન હસમુખ પટેલ દ્વારા ત્રણ શાળાના આચાર્યોને રૂબરૂમાં બોલાવી ખુલાસો પૂછવામાં આવ્યો હતો. બાળકોની સંખ્યા ઓછી હોય તો વધેલ ભોજનની વાનગી પરત અક્ષયપાત્ર સંસ્થાને મોકલવાનું હોય છે. જો કે શાળાના આચાર્યો દ્વારા સુખડી પરત કરવાને બદલે શાળા નજીક નહેર પાસે કચરાપેટી નજીક ફેંકી દેવાઇ હતી. ઉલ્લેખનીય છે કે અઠવાડિયા અગાઉ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો આરંભ થયો હતો. ત્રણેય શાળા ઉર્દૂ માધ્યમની હોય રમજાનના કારણે વિદ્યાર્થીઓની ખૂબ પાંખી હાજરી જોવા મળે છે. તરફ સરકાર 100 ટકા બાળકો મધ્યાહન ભોજનનો લાભ લે તે માટે સતત પ્રયત્નો કરે છે. પરંતુ શાળામાં સંખ્યા નહીં હોય માત્ર કાગળ ઉપર વિદ્યાર્થીઓએ મધ્યાહન ભોજનનો લાભ લીધો હોવાનું દર્શાવવામાં આવે છે. જેથી વધેલ ભોજન આવી રીતે ફેંકી દેવાઇ છે.

કાગળ પર મધ્યાહન ભોજનના લાભાર્થી બાળકોના આંકડા બતાવાય છે!

સમિતિની આંજણાની ઉર્દૂ માધ્યમ શાળાના આચાર્યોનું પરાક્રમ

આંજણાની સમિતિની શાળામાં ભોજન કચરાપેટીમાંથી મળી આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...