ગ્રીન સુરત, ક્લિન સુરતનો મેસેજ આપવા રન યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

12મી ઓગસ્ટના રોજ સવારે 6 કલાકે વીઆઈપી રોડ પર ગ્રીન ફોર રન દોડ યોજાશે. સુરતીઓ હેલ્થ પ્રત્યે જાગૃત થાય સુરતને પ્રદૂષણ મુક્ત શહેર રાખવાનો મેસેજ મળે એ માટે શહેરની એક સંસ્થા દ્વારા આ દોડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 2300 સુરતીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. દોડમાં 6 વર્ષથી લઇને 6 વર્ષ સુધીના લોકો ભાગ લેશે. આ રનમાં 4 કિલોમીટરમાં 1800 અને 11 કિલોમીટર દોડમાં 500 સુરતીઓ દોડશે. સ્નેહલ શાહ સિટી ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યુ હતું કે ‘દોડમાં ભાગ લેનાર દરેક સુરતીઓને પાસે એક એક છોડનું વૃક્ષા રોપણ કરાવવામાં આવશે. સુરતની એક કંપની આ વૃક્ષોનું એક વર્ષ સુધી જનત કરશે. દોડ જોવા માટે સુરતીઓ ભાગ લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...