તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વભરના જૈનોની વસ્તી ગણતરી કરાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | શહેરમાંછેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા જૈનાચાર્યના સંમેલનની આજે પૂર્ણાહુતિ થઇ હતી. આચાર્ય હર્ષસાગર મ.સા.એ સંમેલનની માહિતી આપતા જણાવ્યું હતું કે, ત્રણ દિવસ દરમિયાન જૈન સમાજ માટે ઉપયોગી એવા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેનાથી જૈન સમાજનું ભવિષ્ય સુધરશે. જૈનોની વસ્તી માટે સરકાર તરફથી કેટલીક વિસંવાદિતતા દેખાય છે. વસ્તીનો ચોક્કસ આંકડો નિર્ધારિત કરવા માટે વિશ્વભરના જૈનોનો ડેટાબેઝ તૈયાર કરવા માટેનું ભગીરથ કાર્ય શ્રાવક સમિતિ કરશે. નાનકો બાળક આવતી કાલનો જિનશાસનનો આધાર સ્તંભ બની શકે તેમ છે. પાઠશાળાનો વિશિષ્ટ પ્રકારનો વિશિષ્ટ પ્રકારનો અભ્યાસ કરવા માટે નવી સમિતિની નિમણૂક કરવામાં આવે છે. વૃદ્ધ સાધુ ભગવંતોના સ્થિરવાસ માટે ગચ્છ સમુદાયના ભેદભાવ વગર વિશ્રામણાની વ્યવસ્થા કરવામાં આવશે.

વર્તમાન સમયના શ્રાવકો માટે ખાસ અભ્યાસક્રમ તૈયાર કરાશે. પ્રાચીન ઇતિહાસોમાં સમયે સમયે જે ફેરફાર થયા સાચી હકીકતથી લોકો દૂર થયા તેવા સાચા ઇતિહાસને નષ્ટ કરવાનો પુરુષાર્થ થયો છે તેની સામે મજબૂત જિનશાસનની પરંપરાનો શ્રાવકના અદભુત યોગદાનનો ઇતિહાસ બનાવવા માટે ખાસ સમિતિ બનાવાશે. શેત્રુંજય ગિરિરાજના પ્રશ્નોનું નિરાકરણ પણ સમિતિ દ્વારા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો