તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • વરાછાના યોગીચોકમાં લોકોનાં ટોળાંનો પોલીસ પર પથ્થરમારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરાછાના યોગીચોકમાં લોકોનાં ટોળાંનો પોલીસ પર પથ્થરમારો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટીદારોનાગઢ ગણાતા વરાછા વિસ્તારમાં યોગીચોક ખાતે પેટ્રોલિંગમાં તૈનાત પોલીસ તથા સિટી બસ પર ટોળાએ પથ્થરમારો કરતાં મામલો તંગ બન્યો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી. ભયના કારણે દુકાનો પણ બંધ કરી દેવામાં આવી હતી.

વરાછા યોગીચોક ખાતે આજે હાર્દિકની જાહેરસભાની થવાની હતી. જો કે પોલીસે મજૂંરી આપતા જાહેરસભા પાટીદારોએ મુલતવી કરી રાખી હતી. બીજી તરફ ચપ્પુ મારવાની ઉપરાછાપરી ઘટનાઓને કારણે શહેર પોલીસ કમિશનરે વરાછા, કાપોદ્વા સરથાણા અને પૂણા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા સૂચના આપી હતી, જેથી સ્થાનિક પોલીસ યોગીચોક વિસ્તારમાં પેટ્રોલિંગમાં ઊભી હતી ત્યારે ત્રણ રસ્તા પાસેની મહાલક્ષ્મી અને ગંજાનંદ સોસાયટીની બહાર ઊભેલા ટોળાએ પોલીસ અને બે સિટી બસ પર પથ્થરમારો કર્યા હતો. જોતજોતામાં મામલો ઉગ્ર બની જતાં પોલીસના કાફલાએ ટો‌ળાને વિખેરાય જવા જણાવ્યું હતું. જો કે, તેમ છતાં ટોળાએ પોલીસની વાત માનતાં આખરે પોલીસને હળવો લાઠ્ઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પથ્થરમારો આજુબાજુની સોસાયટીના ટેરેસ પરથી અને કેટલાક પથ્થરો ટોળામાંથી માર્યા હોવાની વાતો સામે આવી રહી છે. મોડીરાત્રે પણ ટોળાએ પોલીસને જોઈને હુરિયો બોલાવ્યો હતો. ઘટનાને પગલે યોગીચોક વિસ્તારમાં 15થી 20 ગાડીઓમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. હાર્દિકની જાહેરસભાને પરમીશન અપાતાં પાટીદાર ટોળાએ વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કર્યા હોય તેવી પોલીસને આશંકા છે.

^ યોગીચોક પર પથ્થરમારો થયો નથી. અહીં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો. > એચ.આઈ.સોંલકી, એસીપી,એ-ડિવિઝન

યોગીચોકમાં પથ્થરમારો થયો નથી

^ ટોળાને દૂર કરવામાં પોલીસે એક યુવકને દંડો મારતાં આજુબાજુની સોસાયટીના રહીશો ભેગા થયા હતા. કદાચ પથ્થરમારો થયો હોય. હું વિગત જાણી લઉં. અત્યારે બહાર છું. > ધાર્મિકમાલવીયા, પાસકન્વિનર

હાર્દિકની સભાને મંજૂરી આપતાં લોકો વિફર્યા!

2 સિટી બસ પર પણ પથ્થરોમારી તોડફોડ કરી

પથ્થરમારા બાબતે મને કંઈ જાણ નથી

પેટ્રોલિંગમાં નીકળેલી કાપોદ્રા પોલીસે શનિવારે મળસ્કે સીમાડા નાકા પર બેઠેલા પાટીદાર યુવકોનાં ટોળાને ભગાડ્યા હતા. જેથી ઉશ્કેરાયેલા ટોળાએ આવતીકાલે જોઈ લેવા સુધીની ધમકી આપી હતી. જ્યારે પોલીસ પીસીઆર વાન લઈને નીકળી ત્યારે પાછળથી કોઈએ પથ્થર મારીને કાચ ફોડી નાખ્યો હતો. બનાવ અંગે પોલીસે રાયોટિંગનો ગુનો નોંધીને દર્શન, અજય સહિત 5 યુવકની ધરપકડ કરી હતી.

શનિવારે મળસકે પોલીસને ધમકી આપી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો