તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોનના બોગસ પાર્ટ સુરતથી મંગાવ્યા હતા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બે મોબાઈલ કંપનીના ડુપ્લીકેટ પાર્ટસ વેચતા રાજકોટના બે વેપારીને ત્યાં પોલીસે દરોડો પાડી 26 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો. બન્ને વેપારી અમદાવાદ અને સુરતના વેપારીઓ પાસેથી મોબાઈલનો ડુપ્લીકેટ માલ લાવીને વેચતા હોવાનું ખુલતા પોલીસે ત્રણેય વેપારીઓને ઝડપી લેવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

સીઆઈડી (ક્રાઈમ)એ રાજકોટના યુનિકોમ પ્લાઝામાં પાડેલા દરોડામાં વિમલ કેસરિયા અને નિલેશ રામભાઈ મોટવાણીની ધરપકડ કરી 26,73,100ના મોબાઈલના ડુપ્લીકેટ પાર્ટસ અને એસેસરિઝ જપ્ત કર્યા હતા. ઘટના સંદર્ભે અમદાવાદના સરસપુરમાં રહેતા અજીતસિંહ ચંદ્રશેખર યાદવે ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી હતી. વેપારી અમદાવાદમાં મોબાઈલ માર્કેટમાં દુકાન ધરાવતા મોહનભાઈ પુરોહિત, મુર્તિમંત કોમ્પ્લેકસમાં રહેતા રાજુભાઈ અને સુરતમાં રહેતા સ્નેહલભાઈ પાસેથી ઉપરોક્ત કંપનીના ડુપ્લીકેટ તેમજ માર્કાવાળા મોબાઈલ ફોનના પાર્ટસ અને એસેસિરિઝ ખરીદતા હોવાનું સ્પષ્ટતા થતાં ઉપરોકત ત્રણેયને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો