તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • બાળકોને પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન આપો: પૂ.ધર્મવલ્લભદાસજી સ્વામી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાળકોને પ્રેમ, પ્રેરણા અને પ્રોત્સાહન આપો: પૂ.ધર્મવલ્લભદાસજી સ્વામી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વામિનારાયણ ગુરુકુલમાં 475 બાળકોને શિલ્ડ એનાયત કરાયાં

કરૂણા અને વાત્સલ્ય વરસાવતા રહે ગૃહપતિ કે ગૃહમાતાનો સ્વભાવ નબી જાય એટલે બાળકોમાં પડેલી સુષુપ્ત શક્તિઓ ખીલી ઉઠે છે. આજે વેડરોરડ સ્વામિનારાયણ ગુરુકલમાં આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ કરેલી વિવિધ સેવાઓ,સ્પર્ધાઓમાં ભાગ લીધો હોય, અભ્યાસમાં ઉચી ટકાવારીના ગોલને પહોંચી ગયા હોય, ગુરુકુલમાં દર્શને આવતાં કોઇકના રૂપિયા,પાકીટ,મોબાઇલ કે હીરાના પડિકા પડી ગયા હોય તે વિદ્યાર્થીઓને મોબાઇલ મળેલ હોય તેવા પ્રામાણિક વિદ્યાર્થીઓની કદર કરી તેઓને પ્રેમ,પ્રેરણા અને પ્રોત્સાહન આપી વિશેષ પ્રગતિવાન સાથે નીતિવાન બનવાની શીખ ગુરુકુલના મહંત સ્વામી ધર્મવલ્લભદાસજીએ આપી હતી.

પ્રસંગે પ્રભુસ્વામીએ કહ્યું હતું કે, ઘણા વિદ્યાર્થીઓ આઠ-આઠ વર્ષથી છાત્રાલયમા રહ્યા છે. કોલેજનું વાતાવરણ ભવિષ્યમાં તમારા સંસ્કારોને રફે દફે કરી નાંખે તે માટે ફોનથી સંતોના યોગમાં રહેવું. અહીં,બાળકોને ફોટ,વિડિયોગ્રાફી, રસોઇ,મીઠાઇ બનાવવી, કોમ્પ્યુટર-ટાઇપિંગ, ગ્રાફિક્સ, ઇલેક્ટ્રીકલ, સાઉન્ડ,ડેકોરેશન, મેનેજમેન્ટ, એકાઉન્ટ વગેરે વિભાગોમાં સેવા કરવાની સાથે સંતો પાસેથી શીખવાની તક મળી છે જીવનમાં તમને બહુ ઉપયોગી થશે. ગમે ત્યા જાઓ ત્યાં તેમા થઇને રહેજો. પ્રામાણિકતા અને વફાદારી કૂતરો પણ નથી છોડતો ત્યારે તમારે તો ક્યારેય નહીં છોડવલાની. આજે માણસને-શેઠીયાઓએ કંપની ચલાવવા ભણેલા કરતાંય સંસ્કારીને પ્રમાણિકોની જરૂરિયાત છે અહીં સંતો પાસેથી શીખવા મળ્યું છે. મા-બાપ કરતાંય સંતોએ તમારા અભ્યાસની,જીવનની, સંસ્કારની કાળજી લીધી છે. અંતમાં કહ્યું હતું કે, ટીવી જોવામાં સમય વધુ વિતાવશો. વેકેશમાં વિદ્યાર્થી નહીં મટતા નવું નવું શિખવાનું તાન રાખવું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો