તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • પરિવર્તન માટે સામર્થ્યવાન લોકો આગળ આવે: વિમલસાગર સૂરિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવર્તન માટે સામર્થ્યવાન લોકો આગળ આવે: વિમલસાગર સૂરિ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અહીં વલસાડમાં તેઓ શ્રી કોઠારી દહેરાસરના ઉપાશ્રયમાં રોકાણ કરશે. બસ ડેપો સામે ડૉ.મોંઘાભાઇ દેસાઇ હોલમાં સોમવારે અને મંગળવારે સવારે 8:34 કલાકે જૈનાચાર્યના બે વિશેષ પ્રવચનો યોજવામાં આવ્યા છે. ક્રાંતિકારી અને પ્રાસંગિક વિચારો ધરાવતા જૈનાચાર્યના ધારા પ્રવાહન શૈલીમાં થતા ઓજસ્વી પ્રવચનો ખરેખર માણવા જેવા છે. રવિવારે ધર્મસભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે, રાષ્ટ્ર અને સમાજની અનેક સમસ્યાઓ દૂર નહીં થાય. શક્તિમાન અને સામર્થ્યવાન લોકોએ પરિવર્તન માટે આગળ આવવું પડશે. જ્યારે સારા અને બુદ્ધિમાન લોકો સંગઠિત થઇ રાષ્ટ્ર,ધર્મ કે સમાજના કાર્યો માટે આગળ નથી આવતા ત્યારે ધૂર્ત,મૂર્ખ અને ખોટા લોકો બધા ઉપર હાવી થઇ જાય છે.ઓછાવત્તા અંશે આની સજા સમાજના દરેક વર્ગને ભોગવવી પડે છે. એટલા માટે સમાજમાં સામુહિક જાગરણી જરૂરત છે. ખુબ ઝડપથી યુવાવર્ગમાં વ્યસન વધી રહ્યું છે. આના દૂરગામી ખતરનાક પરિણામો થશે. કોઇપણ હિસાબે વ્યસનને સામાજિક માન્યતા મળવી જોઇએ. નાનપણથી બાળકોને સદાચારનું શિક્ષણ આપવું જોઇએ. ધન અને નામ કમાવવા કરતાં વધુ મહત્વપૂર્ણ છે બાળકોનું ચારિત્રિક ઘડતર કરવું.

આજથી બે દિવસ માાટે વલસાડમાં જૈનાચાર્યનો વિહાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો