તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ચપ્પુથી હુમલો કરી લૂંટવાના જુદા જુદા 4 કેસમાં 2 ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચપ્પુથી હુમલો કરી લૂંટવાના જુદા-જુદા 4 કેસમાં 2 ઝડપાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વરાછારોડ પર થોડા દિવસ અગાઉ ચપ્પુ વડે હુમલો કરી જુદી જુદી ચાર વ્યક્તિઓ પાસેથી મોબાઈલ ફોનની લૂંટ ચલાવનાર ધાડપાડુ ટોળકીના એક કિશોર સહીત બે સાગરીતોને ક્રાઈમબ્રાંચે ઝડપી પાડ્યા હતા.

ક્રાઈમબ્રાંચે રવિવારે વરાછા જગદીશનગર ચોપાટી પાસેથી પીયુષ ઉર્ફે પાચીયો ભરતભાઈ સેલડીયા (રહે.ડાહ્યાપાર્ક, વરાછા)તથા એક કિશોરને બાઈક તેમજ ફોન સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે બંનેની પૂછપરછ કરતા 15મીએ તેમણે મિત્રો ભાવેશ વલ્લભભાઈ કોળી, જયદીપ ઉર્ફે જે.કે. કાળુભાઈ ભેસાણીયા તેમજ ગોપાલ વિઠ્ઠલભાઈ જાદવ સાથે બે બાઈક પર નિકળીને હિરાબાગ પાસેથી એક રાહદારીને ચપ્પુ બતાવી ફોન તેમજ રોકડ લૂંટી લીધી હતી. ત્યાર બાદ બરોડા પ્રિસ્ટેજ મોહનનગર પાસે ત્રણ રાહદારી પર ચપ્પુ વડે હુમલો કરી રોકડ તેમજ ફોનની લૂંટ ચલાવી હતી. તો બરોડા પ્રિસ્ટેજ પાસે એક વ્યક્તિ પાસેથી રોકડ અને ફોન લૂંટ્યો હતો અને મિની બજાર પાસે પણ એક વ્યક્તિને ચપ્પુ બતાવી લૂંટી લીધો હતો. ક્રાઈમબ્રાંચે તેમના સાગરીતોની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો