તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

FB પર સાસરિયાંને બદનામ કરનારી મહિલાની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાસરીયાઓનેબદનામ કરવા માટે બોગસ ફેસબુક આઈડી બનાવી તેમાં ફોટા અપલોડ કરી બિભત્સ કોમેન્ટ કરનાર પરીણીતાની કાપોદ્વા પોલીસે ધરપકડ કરી હતી.

નાના વરાછા વિસ્તારમાં રહેતી પરીણીતાએ સાસરીયાઓના ત્રાસને કારણે પતિથી છોડીને રાજકોટ તેના પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. પત્ની સીમ્પલ કરણ કથીરીયાએ બોગસ ફેસબુક આઈડી બનાવીને તેમાં પતિ કરણ અને સાસુ-નણંદના ફોટો અપલોડ કરીને તેમાં ખરાબ કોમેન્ટ લખી સાસરીયાઓને બદનામ કરવાનો કારસો રચ્યો હતો. પત્નીના આવા કારનામાથી કંટાળીને પતિએ કાપોદ્વા પોલીસમાં ફરિયાદ કરી હતી. જેના આધારે પોલીસે પરીણીતા સામે ગુનો દાખલ કર્યા હતો. આજ ગુનામાં કાપોદ્વા પોલીસે શનિવારે સાંજે પરીણીતા સીમ્પલ કરણ કથીરીયા (રહે,ભગવતપરા પટેલ સોસાયટી, ગોંડલ, જી.રાજકોટ)ની ધરપકડ કરી હતી.

નાના વરાછાની મહિલાએ ખોટું ID બનાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો