તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • લાલભાઈ સ્ટેડિયમની ફ્લડ લાઇટનું ઉદ્દઘાટન કપિલ દેવ કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાલભાઈ સ્ટેડિયમની ફ્લડ લાઇટનું ઉદ્દઘાટન કપિલ દેવ કરશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સલીમ શેખ.સુરત | દેશનેપ્રથમ વર્લ્ડ કપ વિજયની ભેટ ધરનાર કપિલ દેવ બીજી એપ્રિલે સુરતની મુલાકાતે આવે છે, ત્યારે તેઓ ડુમસ રોડ પર લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમની પણ મુલાકાત લેશે. એસડીસીએના સૂત્રોએ કહ્યું હતું કે પ્લાનિંગ તો એવું હતું કે કપિલ દેવ દિવસે ફલડ લાઇટનું ઉદઘાટન કરી દે. પરંતુ હજી બે પોલ ઊભા કરવાના બાકી છે અને કપિલ દેવનું કહેવું છે કે બધાં પોલ ઊભા થયા બાદ તેઓ ઉદઘાટન કરવા ફરી આવશે. અંદાજે 31મી એપ્રિલ સુધી બધાં પોલ ઊભા થઈ જશે.

આઈપીએલ 2018માં રમાનારી મેચ સ્ટેડિયમને મળે માટેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવાઈ

લાઇટથી ફાયદો

એસડીસીએનાસૂત્રો કહે છે કે પહેલો ટાર્ગેટ આઇપીએલ લાવવાનુ છે. માટે દરેક ફ્રેન્ચાઇઝીનો સંપર્ક થઈ રહ્યો છે. 2018માં મેચ મળે માટેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવાઈ છે. ઉપરાંત ઇરાની ટ્રોફી સહિત રણજી મેચ પણ ભવિષ્યમાં ડે-નાઇટ રમાડાય એવી સંભાવના છે આથી ફલડ લાઇટ હોવી જરૂરી છે. આંતરરાષ્ટ્રીય મેચ તો તેના વગર મળે એવી સંભાવના નથી.

કપિલ દેવ જરૂર આવશે

^કપિલ દેવ ફલડ લાઇટનુ ઉદઘાટન કરશે. તેમણે માટે સમંતિ આપી છે. બીજી એપ્રિલે તો તેઓ એસડીસીએ પર આવી રહ્યા છે. > મયંકદેસાઈ, ટ્રેઝરર,એસડીસીએ

મોટેરાથી લાઇટ આવી

મોટેરાસ્ટેડિયમને તોડીને નવું અદ્યતન સ્ટેડિયમ બનાવાતું હોવાથી ત્યાંની ફલડ લાઇટ 2.50 કરોડમાં ખરીદાઈ હતી. પોલ આવ્યાં બાદ સોઇલ ટેસ્ટિંગ કરાયું હતું અને પછી ઉભા કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો