તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સોલાર પ્લાન્ટ નાખવાની રાજ્યમાં સૌથી વધુ 1900 અરજી સુરતમાંથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોલાર પ્લાન્ટ નાખવાની રાજ્યમાં સૌથી વધુ 1900 અરજી સુરતમાંથી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

અગાસીપર સોલાર પ્લાન્ટ નાંખવા માટે સમગ્ર દેશમાં સૌથી વધુ અરજી શહેરમાંથી મળી હોવાથી આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં સુરત સોલાર માટેનુ મોડલ બને તેવી શકયતા છે. માટે પાલિકાને કેન્દ્ર સરકારમાંથી 10 કરોડની ગ્રાંટ પણ મળે તે માટે પ્રયાસ થશે.

ત્રણેક માસથી લોકો પોતાના ઘરની અગાસી પર સોલાર પ્લાન્ટ નાંખવા માટે અરજી કરે તે માટેનુ અભિયાન શરૂ કર્યુ હતુ. માટે લોકો ઘરબેઠા અરજી કરી શકે તેને ધ્યાને રાખીને મોબાઇલ એપ પણ બનાવી છે. તેમજ લોકોને અરજી કરવામાં તકલીફ નહીં પડે તે માટે હેલ્પલાઇન નંબર પણ કાર્યરત કર્યા છે.જ્યારે લોકોને ઘરે ઘરે જઇને સોલાર પ્લાન્ટ નાંખવા માટે અરજી કરે તે માટે સૂર્યમિત્ર પણ બનાવ્યા છે. દેશમાં સોલાર રૂફ ટોપ માટે મળેલી 2500 અરજીમાંથી 1900થી વધારે અરજી ફકત સુરતમાંથી મળી છે.

સોલાર એનર્જીમાં હાલમાં ગાંધીનગર મોડલ સિટી

રીન્યુએબલએનર્જીની સૌથી સારી કામગીરી કરનારને કેન્દ્ર સરકાર મોડલ સીટી તરીકે જાહેર કરે છે. તેમાં ગાંધીનગર ખાતે સૌર ઉર્જાની સારી કામગીરી કરવાને કારણે મોડલ સીટી તરીકે જાહેરાત કરી હતી. ગાંધીનગરમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગાંધીનગર પછી સુરત મોડલ સીટી બને તેવી શકયતાઓ ઉભી થઇ છે.

રીન્યુએબલ એનર્જીમાં સમગ્ર રાજ્યમાં સુરત મોડલ બનશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો