તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપના 3 MLAએ પોલીસ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છેલ્લા કેટલાક સમયથી વરાછા, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં અસામાજિક તત્વોએ હાહાકાર મચાવ્યો હોવાથી લોકો ભારે પરેશાન થઇ ગયા છે. કોંગ્રેસના આગેવાનો આગામી દિવસોમાં મુદો ઉઠાવીને શંકાના દાયરામાં નહીં લાવી દે તે માટે ભાજપના ધારાસભ્યોએ પોલીસની કામગીરી સુધારવા ખાસ ટકોર કરી છે.

વરાછા, કાપોદ્રામાં અસામાજિક તત્ત્વોથી લોકો પરેશાન

રાજ્યના ગૃહમંત્રીને પત્ર લખાતાં રાજકારણમાં ગરમાટો

3. હર્ષ સંઘવી | અઠવાગેટથી મજૂરા ગેટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કોલગર્લનું દૂષણ વકર્યું છે, જેને અટકાવવા પોલીસ તાત્કાલિક પગલાં ભરે તો અનેક લોકો ખોટા માર્ગે જતાં અટકી શકે તેમ છે.

2. પ્રફુલ પાનશેરીયા | સરથાણા,શ્યામધામ ચોક, યોગીચોક, કારગીલ ચોક સહિતના વિસ્તારોમાં અસામાજિક તત્વો અડિંગો જમાવીને પસાર થતી મહિલાઓ, વિધાર્થિનીઓની છેડતી કરે છે. આવા લોકો સામે તાકીદે કાર્યવાહી કરવામાં આવે.

1. કુમાર કાનાણી | કાપોદ્રાવિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર જરા સરખો પણ નહીં રહેતાં જાહેરમાં મારામારી, લૂંટ, તોડફોડ, મહિલાઓની છેડતી સહિતના બનાવો વધ્યા છે. આવા તત્વોને નિયંત્રણ લાવવા પગલાં ભરવામાં આવે.

ધારાસભ્યોએ કરેલી ટકોર

ટ્રાફિક નિયમનનાં વખાણ કર્યાં

ધારાસભ્યોએશહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયાની ફરિયાદ કરી છે તો બીજી તરફ પોલીસે છેલ્લા 6 મહિનામાં ટ્રાફિક નિયમન માટે કરેલી કામગીરીના વખાણ પણ કર્યા છે. જેથી શહેરની ટ્રાફિક સમસ્યામાં ઘટાડો થયો હોવાની પણ વાત જિલ્લા સંકલન બેઠકમાં થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો