તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • મોતને હાથતાળી આપનારી મહિલાનું પરિવાર સાથે મિલન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોતને હાથતાળી આપનારી મહિલાનું પરિવાર સાથે મિલન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત રેલવે સ્ટેશન પરથી ગત રવિવારે બપોરે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન પસાર થતી હતી. દરમિયાન થોડે દૂર જતાં ફાલસાવાડી ગોલ્ડન પોઇન્ટ પાસે અંદાજે 40થી 45 વર્ષની એક મહિલા ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. મહિલા ડબ્બાની નીચે બેસી ગઈ હતી. તેણે બૂમાબૂમ કરી મૂકતાં ટોળું એકત્ર થઇ ગયું હતું અને તાબડતોબ ટ્રેન થોભાવી દેવાઈ હતી. લોકોએ મહિલાને બહાર કાઢી હતી. મહિલાને માથા અને હાથના ભાગે ઈજા પહોંચતાં તે બેભાન થઈ ગઈ હતી, જેને લોકોએ 108 મારફત સ્મીમેરમાં ખસેડી હતી. મહિલાની સોમવારે આખરે ઓળખ શક્ય બની હતી. તે સણીયાહેમાદગામ રહેતી મીના કમલેશભાઈ અગ્રવાલ (35) રવિવારે સવારે ઘરેથી નીકળી ગઈ હતી. માનસીક અસ્વસ્થતાને લીધે તે રેલવે સ્ટેશન આવી પહોંચતા તેની સાથે અકસ્માત થયો હતો. તેનો ફોટો લઈને પરિવારજનો સ્મીમેર ખાતે પહોંચતાં ઓળખ શક્ય બની હતી.

માનસિક અસ્વસ્થતાને લીધે રેલવે સ્ટેશન પર પહોંચી જતાં ટ્રેનની અડફેટે આવી ગઈ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો