તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ભાજપના 3 ધારાસભ્યએ પોલીસ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપના 3 ધારાસભ્યએ પોલીસ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા કેટલાક સમયથી વરાછા, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં અસામાજિક તત્વોએ હાહાકાર મચાવ્યો હોવાથી લોકો ભારે પરેશાન થઇ ગયા છે. કોંગ્રેસના આગેવાનો આગામી દિવસોમાં મુદો ઉઠાવીને શંકાના દાયરામાં નહીં લાવી દે તે માટે ભાજપના ધારાસભ્યોએ પોલીસની કામગીરી સુધારવા ખાસ ટકોર કરી છે. ધારાસભ્યોએ શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયાની ફરિયાદ કરી છે તો બીજી તરફ પોલીસે છેલ્લા 6 મહિનામાં ટ્રાફિક નિયમન માટે કરેલી કામગીરીના વખાણ પણ કર્યા છે. જેથી શહેરની ટ્રાફિક સમસ્યામાં ઘટાડો થયો હોવાની પણ વાત જિલ્લા સંકલન બેઠકમાં કરવામાં આવી હતી.

ધારાસભ્યોની ટકોર

1. કુમાર કાનાણી : કાપોદ્રાવિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર જરા સરખો પણ નહીં રહેતાં જાહેરમાં મારામારી, લૂંટ, તોડફોડ, મહિલાઓની છેડતી સહિતના બનાવો વધ્યા છે. જેથી ધીમે ધીમે લોકોનો પોલીસમાંથી વિશ્વાસ ઉઠવા માંડતાં આવા તત્વોને નિયંત્રણ લાવવા તાત્કાલિક પગલાં ભરવામાં આવે.

2.પ્રફુલ પાનશેરીયા : પુણા-સીમાડા, સરથાણા અને મોટા વરાછા વિસ્તારમાં યુવાધન સ્મોકિંગના રવાડે ચડી ગયું છે. માટે પાનના ગલ્લાવાળાઓએ બનાવેલા સ્મોકિંગ ઝોન જવાબદાર હોવાથી તેની સામે કાર્યવાહી કરવામાં આવે. ઉપરાંત સરથાણા, શ્યામધામ ચોક, યોગીચોક, કારગીલ ચોક સહિતના વિસ્તારોમાં અસામાજિક તત્વો અડિંગો જમાવીને પસાર થતી મહિલાઓ, વિધાર્થિનીઓની છેડતી કરે છે. આવા લોકો સામે તાકીદે કાર્યવાહી કરાય.

3.હર્ષ સંઘવી : અઠવાગેટથી મજૂરા ગેટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કોલગર્લનું દૂષણ વકર્યું છે, જેને અટકાવવા પોલીસ તાત્કાલિક પગલાં ભરે તો અનેક લોકો ખોટા માર્ગે જતાં અટકી શકે તેમ છે.

વરાછા, કાપોદ્રામાં અસામાજિક તત્વોએ હાહાકાર મચાવતાં લોકો પરેશાન

રાજ્યના ગૃહમંત્રીને પત્ર લખાતાં સુરતના રાજકારણમાં ગરમાટો આવ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો