તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • 10 મિનિટ ટ્રેન થોભાવી દઈ ટ્રેન ચાલકે સૂચકતા દાખવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 મિનિટ ટ્રેન થોભાવી દઈ ટ્રેન ચાલકે સૂચકતા દાખવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન નીચે આવેલી મહિલાએ મોતને હાથતાળી આપી !

રેલવેસ્ટેશન નજીક ફાલસાવાડી પાસે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન નીચે એક મહિલા આવી ગઈ હતી. સ્ટેશન નજીક હોઈ ટ્રેન ધીમી ગતિએ હતી અને મહિલા ટ્રેન નીચે ફસાઈ જતાં ભારે ફિલ્મી ડ્રામા સર્જાઈ ગયો હતો. મહિલા બૂમાબૂમ કરતાં ભારે હોબાળો મચી ગયો હતો. તો ચાલકે સમયસૂચકતા દાખવી ટ્રેનને થોભાવી દીધી હતી. એકત્રિત થઈ ગયેલા લોકો-મુસાફરોએ ત્યાર બાદ મહિલાને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ટ્રેન નીચેથી મહિલાને હેમખેમ બહાર કાઢી હતી.

સુરત રેલવે સ્ટેશન પરથી રવિવારે બપોરે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન પસાર થતી હતી. દરમિયાન થોડે દૂર જતાં ફાલસાવાડી ગોલ્ડન પોઈન્ટ પાસે અજાણી મહિલા ટ્રેનની અડફેટે આવી હતી. મહિલા ટ્રેનની બોગી નીચે બેસી જતાં અંદર ફસાઈ હતી. જોકે, સદનસીબે મહિલા બચી ગઈ હતી. જેથી તેણે ટ્રેન નીચેથી બૂમાબૂમ કરી હતી. લોકોનું ટોળું એકત્ર થતાં અંગેની જાણ રેલવેના તંત્રને કરી હતી. બનાવની ગંભીરતા જોઈ તંત્રના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. અને 10 મિનિટ ટ્રેન થોભાવી દેતાં લોકોએ રેસ્ક્યુ કરી મહિલાને બહાર કાઢી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો