તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

8 માસ બાદ ખેડૂતોને વળતર ચૂકવવા કલેક્ટરનો આદેશ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દિહેણનાખેતરમાં ઓએનજીસીના વેલને કારણે 8 માસ પહેલા લાગેલી આગથી ઘણાં ખેતરોના પાકને નુકશાન થયુ હતું. નુકસાન થયેલા નાના ખેડૂતોને વળતર મળતાસંકલનની બેઠકમાં ઓલપાડના ધારાસભ્યએ મુદ્દે રજૂઆત કરાતા કલેક્ટરે ઓએનજીસીને વેલથી 500 મીટરના અંતરમાં આવતા તમામ ખેડૂતોને નુકશાન વળતર ચુકવવા માટે આદેશ કર્યો છે.

ઓલપાડના દિહેણમાં આશરે 8 મહિના પહેલા ઓએનજીસીના વેલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને કાબુમાં લેવા માટે વાપરેલ કેમિકલ્સના રજકણોને કારણે ખેતીના પાકને ઘણું નુકશાન થયંુ હતું. જે માટે આસપાસના ખેતરોમાં તથા 500 મીટર સુધી ઘણાં ખેતરોના ખેડૂતોને વળતર ચુકવવામાં આવ્યું છે. પરંતુ ખરેખર નુકસાન થયુ હોય એવા નાના ખેડૂતો આનાથી વંચિત રહી ગયા હતા. તેમને 8 મહિના પછી પણ વળતરની રકમ ચુકવવામાં આવી હતી. જે માટે ૫૦૦ મીટરની હદમાં આવતા ખેડૂતોને વળતર ચુકવવામાં આવ્યું છે. તો બાકીના ખેડૂતોને ત્વરિત વળતર ચૂકવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આગને કારણે 100 જેટલા ખેતરોના પાકને નુકશાન થયુ હતું. 65થી 70 જેટલા ખેડૂતોને વળતર ચુકવી દેવામાં આવ્યું છે. સિવાય 25થી 30 જેટલા ખેડૂતો વળતર ચુકવવાનું બાકી હોય લાખોનું વળતર ત્વરિતે ચુકવવાનું રહેશે. સિવાય કલેક્ટરે ઝીંગા ઉછેર માટે જમીન ફાળવવા બાબતે સ્થાનિક લોકોને રોજગારી મળી રહે તે માટે સ્થાનિક ઉમેદવારોને પ્રાયોરિટી આપવા સંબંધિત અધિકારીને સૂચના આપી છે.

ONGC વેલની આગથી ખેતરોને નુકસાનમાં

25થી 30 ખેડૂતોને વળતર ચુકવાયું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો