• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 30થી 40 હજાર સુધીમાં મૂકાઇ હેન્ડમેડ ફોટોગ્રાફી મહેંદી

30થી 40 હજાર સુધીમાં મૂકાઇ હેન્ડમેડ ફોટોગ્રાફી મહેંદી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતનાં મહેંદી આર્ટીસ્ટ હરિન દલાલ કહે છે કે, ‘હેન્ડમેડ ફોટોગ્રાફીમાં હાથ પર મહેંદીની મદદથી નવવધૂ મહિલાઓ પોતાનો અને એમનાં પતિનો ફોટોગ્રાફ ચીતરાવે છે. અઠવાડિયા પહેલાંથી ડિઝાઇન નક્કી થઇ જાય છે અને ફોટોગ્રાફ આર્ટીસ્ટને આપી દેવામાં આવે છે. મહેંદી આર્ટીસ્ટ ફોટોગ્રાફનાં સ્કેચની પ્રેક્ટિસ કરે છે અને મહેંદીની સ્કેચબુકમાં મહેંદી મૂકાવનારને આબેહૂબ ફોટો દોરી બતાવવામાં આવે છે. જો સ્કેચથી સંતોષ થાય તો હાથ પર સ્કેચ ચીતરવામાં આવે છે.

પરફેક્શન માટે કાર્બન પેપર પર ચહેરાનો સ્કેચ દોરવામાં આવે છે અને ત્યારબાદ પેપરને હાથ પર મૂકવાથી એની પ્રિન્ટ હાથ પર છપાઇ જાય છે. પ્રિન્ટ પર કોનની મદદથી મહેંદી મૂકાય છે.

સિટી રિપોર્ટર | સુરત

રાજસ્થાનીપરિવારની મહિલાઓએ બુધવારે શ્રાવણી ત્રીજ ઉજવી. જેમાં લાલ રંગની ટ્રેડિશનલ મહેંદી સાથે ગીતો ગાયા અને નૃત્ય પણ કર્યા. વર્ષે ત્રીજમાં કપલ મહેંદીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. 30થી 40 હજાર રૂપિયા સુધીમાં મૂકાતી કપલ મહેંદીમાં હાથ પર પતિનો ફોટોગ્રાફ આબેહૂબ ચીતરવામાં આવે છે. તીજના તહેવારમાં મહિલાઓ અને નવવધુઓએ રાધા-ક્રિષ્નની થીમ પણ ચીતરાવી હતી.

તીજ માટે મહિલાઓએ મહેંદીથી હાથ પર ચીતરાવ્યો પતિનો ફોટો

Teej Trend

અન્ય સમાચારો પણ છે...