• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મુખ્યમંત્રીનાં જન્મદિવસે અંગદાન કરનારા પરિવારનું સન્માન કરાશે

મુખ્યમંત્રીનાં જન્મદિવસે અંગદાન કરનારા પરિવારનું સન્માન કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોનેટલાઈફ સંસ્થા દ્વારા છેલ્લા એક વર્ષમાં પોતાના સ્વજનોના અંગોનું દાન કરી દર્દીઓને નવજીવન આપનારા 32 પરિવારોનું 2જી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાશે. સેવા કાર્યમાં સહયોગ આપનારા તબીબો, શહેર પોલીસ, જીલ્લા કલેક્ટર, સુરત મહાનગર પાલીકા અને એરપોર્ટ ઓથોરીટીનું પણ અભિવાદન કરી સન્માનીત કરાશે.

ડોનેટ લાઈફ દ્વારા મુખ્ય મંત્રી વિજય રૂપાણીની 61મી વર્ષગાઠ અને વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે નિમીત્તે 2જી ઓગસ્ટે સાંજે 4:30 કલાકે સંજીવ કુમાર ઓડિટોરીયમ ખાતે કાર્યક્રમ યોજાશે. જેમાં છેલ્લા એક વર્ષ દરમિયાન પોતાના સ્વજનોના અંગોનું દાન કરી ને દર્દીઓને નવજીવન આપનારા 32 પરિવારોનું મુખ્ય મંત્રીના હસ્તે સન્માન કરાશેે. સાથે સેવા કાર્યમાં સહયોગ આપનારા લોકોનું પણ અભિવાદન કરી સન્માનીત કરાશે.આ સાથે 6100 વ્યક્તિઓ અંગદાનની પ્રતિજ્ઞા પણ લેશે. શહેરીજનોને અંગદાનની પ્રતિજ્ઞાનું ફોર્મ https://goo.gl/yvjFy8 લિંક પર જઈ ભરવા માટે ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાએ અપીલ કરી છે.

સિટી રિપોર્ટર | સુરત

6100 સુરતીઓ અંગદાનની પ્રતિજ્ઞા લેશે

Upcoming Event

અન્ય સમાચારો પણ છે...