તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વેફર્સ વેચનારાએ બેંકમાં રૂપિયા એક કરોડ જમા કરાવતાં આઇટીનો સરવે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેફર્સ વેચનારાએ બેંકમાં રૂપિયા એક કરોડ જમા કરાવતાં આઇટીનો સરવે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીએમજીકેવાય (પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના)માં અધિકારીઓ 31મી માર્ચ સુધી લગે રહોના મૂડમાં છે. પરંતુ મોટા બિલ્ડર કે ટેક્સટાઇલ ઉદ્યોગપતિઓ નોટબંધી દરમિયાન આઇટીની ઝપટે ચઢયા નથી, સરવે માત્રને માત્ર નાના કરદાતાઓ પર થઈ રહ્યો છે. આજે રેન્જ-8 દ્વારા નોટબંધી દરમિયાન રૂપિયા બે કરોડ ડિપોઝિટ કરનારા અને વાર્ષિક રૂપિયા નવ કરોડનું ટર્નઓવર ધરાવનારા કતારગામના સરસિયા પેટ્રોલ પંપ પર તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત એક ટીમે કતારગામના કોર ઓટોને સાણસામાં લીધો હતો. નોટબંધી દરમિયાન ઓટોમોબાઇલ્સ સંચાલક દ્વારા રૂપિયા 50 લાખની ડિપોઝિટ કરવામાં આવી હતી. રેન્જ-7 દ્વારા કતારગામના વેફર્સના વેપારીને ત્યાં તપાસ કરવામાં આવી હતી. વેપારી દ્વારા નોટંબધીના સમય દરમિયાન રૂપિયા કરોડ ડિપોઝિટ કર્યા હતા.

ઉપરાંત એક સીએનજી પંપના સંચાલકને પણ વરૂણીમાં લેવાયો હતો. તેમણે રૂપિયા 80 લાખની ડિપોઝિટ કરી હતી. જ્યારે રેન્જ-5 દ્વારા નાનપુરાના તમાકુના વેપારી અને એચયુએફ (હિંદુ અનડિવાઇડેડ ફેમિલી) એવા રમેશ તમાકુવાલાને ત્યાં તપાસ કરવામાં આવી હતી બંને કેસ મળીને કુલ રૂપિયા 60 લાખ બેન્કમાં ભરવામાં આવ્યા હતા. શહેરના તમામ ઠેકાણે હાલ તપાસ ચાલી રહી છે.

અનુસંધાનપાના નં. 13 પર

શહેરના પેટ્રોલપંપ, ઓટોમોબાઇલ્સ ડીલર, સીએનજી પંપ અને નાનપુરાનો તમાકુનો વેપારી વરૂણીમાં : હોલમાર્કને ત્યાંથી રૂપિયા 3.81 કરોડની જાહેરાત

PMGKYની તિજોરી નાના કરદાતા પાસે ભરાવાશે, માલેતુજારને જલસા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો