તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • વિદેશી બાયર્સને અાકર્ષવા માટે ચેમ્બર દ્વારા વર્લ્ડ ટ્રેડ સેન્ટર બનાવવા તજવીજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદેશી બાયર્સને અાકર્ષવા માટે ચેમ્બર દ્વારા વર્લ્ડ ટ્રેડ સેન્ટર બનાવવા તજવીજ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેગાસીટીઝની માફક વેપાર કરતાં શહેરોની યાદીમાં મોખરે આવતા સુરતને પણ ઇન્ટરનેશનલ બાર્યસ મળે તે આશયથી ધી સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વર્લ્ડ ટ્રેડ સેન્ટર બનાવવા તજવીજ હાથ ધરાઈ છે.

ધી સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના હાલના પ્રમુખ બી.એસ.અગ્રવાલના ડ્રીમ પ્રોજેક્ટ સમાન વર્લ્ડ ટ્રેડ સેન્ટર સરસાણા ખાતે તૈયાર કરવા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના અધિકારીઓ સાથે બેઠક શરૂ કરી દેવામાં આવી છે. ચેમ્બર પ્રમુખ બી.એસ.અગ્રવાલ સાથે થયેલી વાતચીતમાં તેમણે જ્ણાવ્યું હતું કે, નોટબંધીના કારણે હોલ્ડ પર મુકાઇ ગયેલ વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો પ્રોજેક્ટ થકી સીધું 320 સેન્ટરોના વેપારીઓ સાથે કોન્ટેક્ટ કરી ગ્રોથ મેળવી શકાય તેમ છે. પુણાના મગરપટ્ટામાં તૈયાર કરાયેલ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં ઘણી મેગા ફાઇનાન્સ કંપનીઓ કાર્યરત છે જેમને સુરત સુધી આકર્શી શકાય છે. ડબલ્યુટીસીના પ્રેસીડન્ટ સાથે ભૂતકાળમાં બેઠકો થઇ ચૂકી છે. આવનારા અઠવાડિયા દરમ્યાન અધિકારીઓ સાથે બેઠક બાદ અગાઉ પગલાં લેવાશે. સેન્ટર સરસાણા ખાતે 10 લાખ ફૂટનું બાંધકામ માટે હાલ વિચારણા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો