તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 પિસ્તોલ, મગેઝિન, 7 કારતુસ સાથે 1 ઝડપાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | રાંદેરપોલીસ મોરાભાગળ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે નંબર વગરની પલ્સર બાઈક પર એક ઈસમ પિસ્તોલ લઈ ત્યાથી પસાર થવાનો હોવાની રાંદેર પોલીસને બાતમી મળી હતી. જેના આધારે રાંદેર પોલીસે વોચ ગોઠવી ત્યાથી પસાર થતા ઈસ્માઈલ ઉર્ફે પપ્પુ સાલેહ અચ્છા(રહે.ઓલપાડ)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે 35 હજારની એક પિસ્તોલ, 1 હજારની કીમતની એકસ્ટ્રા મેગેઝીન તેમજ 700ની કીમતના 7 કારતુસ મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની પાસેથી હથીયાર તેમજ બાઈક કબ્જે કર્યા હતા. પુછપરછમાં તે પશુપાલનનો વ્યવસાય કરતો હોવાનુ જણાવ્યુ હતુ. પોલીસને તેના ઘરેથી વધુ બે પિસ્તોલ મળીઆવી હતી. પોલીસે તેની પાસેથી મળી આવેલી પિસ્તોલ તે કોની પાસેથી લાવ્યો અને શેના માટે લાવ્યો તે અંગે તેની પુછપરછ હાથ ધરી હતી. જોકે તેણે પોલીસને ગોળ ગોળ જવાબો આપી ચકરાવે ચઢાવી હતી. પોલીસની પુછપરછમાં ઝડપાયેલા ઈસ્માઈલે પિસ્તોલ યુપીથી લઈ આવ્યો હોવાની કબુલાત કરી હતી. ઉપરાંત તેના ભાઈની વર્ષ 2001માં હત્યા થઈ હોવાનુ અને ત્યાર બાદ તે પોતે કેનેડા રહેતો હોવાનુ અને થોડો સમય પહેલાજ ત્યાંથી ભારત આવ્યો હોવાનુ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો