તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ઉત્કલનગરમાં કોમ્બિંગ કરાતાં જંગી 265 કિલો ગાંજો ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્કલનગરમાં કોમ્બિંગ કરાતાં જંગી 265 કિલો ગાંજો ઝડપાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલમાં શહેરમાં ચાલી રહેલી છુરાબાજી તેમજ કાપોદ્રા વિસ્તારમાં રત્નકલાકારની હત્યા સહીતના બનાવો ને પગલે કાયદો અને વ્યવસ્થા મુદ્દે શહેર પોલીસ ના માથે માછલા ધોવાઈ રહ્યા છે. ત્યારે શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે.

દારૂ, જુગાર અને ગાંજા માટે કુખ્યાત એવા ઉત્કલનગર માં સોમવારે ડીસીપી ઝોન-1 દ્વારા જુદી જુદી ચાર ટીમ બનાવીને કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં પોલીસને એક ઝુપડા માંથી બીનવારસી હાલતમાં રૂ.15,95,000ની કીમતનો 265 કીલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. વરાછા પોલીસે જથ્થો કબ્જે કરી ગાંજો સંગ્રહ કરનારા અજાણ્યા સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જથ્થો કોણે ત્યા છુપાવ્યો હતો તે અંગે વરાછા પોલીસે પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અગાઉ પોલીસ પર અહીં હુમલો કરાયો હતો

એસઆરપીના કાફલા સાથે વરાછા પોલીસે ધામો નાખ્યો

દારૂ, ગાંજા સહીતના માદક દ્રવ્યો ના વેચાણ માટે કુખ્યાત ઉત્કલનગરમાં અગાઉ પોલીસ પર પણ હુમલો કરાયો હોવાથી પોલીસે પુરતી તૈયારીઓ કરી હતી અને હેલ્મેટ તેમજ હથીયારો સાથે પોલીસના ધાળે ધાળા ઉત્કલ નગરમાં ઉતારી દેવાયા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.

કુખ્યાત સ્થળેથી દારૂની એકપણ બોટલ નહીં મળતાં આશ્ચર્ય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો