તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • વેડ કતારગામમાં કચરાપેટી કરતાં પણ બહાર વધારે કચરો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેડ-કતારગામમાં કચરાપેટી કરતાં પણ બહાર વધારે કચરો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાંપાલિકા દ્વારા સ્વછતા અભિયાન માટે કચરા પેટી તો મુકવામાં આવી છે. પણ જો કચરો કચરા પેટીમાં પડવાને બદલે બહાર પડેલો રહે તો કતારગામ -વેડ રોડ વિસ્તારમાં સ્વામીનારાયણ મંદિર આવેલું છે અને થોડે દૂર કચરા પેટી પણ આવેલી છે. પણ વિસ્તારમાં આજુબાજુ સોસાયટી પણ આવેલી છે, જે મહિલાઓ પોતાનો ઘરનો કચરો કચરા પેટીમાં નાખવાને બદલે બહાર નાંખી જાય છે. જેથી અહિં કચરો બહાર રહેવાથી ગંદકી વધે છે અને કચરો રોડ પર જાહેરમાં વેર વિખેર થઈ જાય છે. આમ તો વિસ્તાર એજયુકેટેડ હોવાનું કહેવાય છે. છતાં પણ અહિં કચરો તો બહાર ફેકાય છે.

બડેખાંચકલામાં પીવાના પાણીની સમસ્યાનો નિકાલ : બડેખાંચકવા વિસ્તારમાં નળનું પીવાનું પાણી બહુ ઓછા સમય માટે આવે છે એવી ફરિયાદ ઊઠી રહી હતી. દિવ્ય ભાસ્કરે અહીંના રહીશોની સમસ્યાની નોંધ લીધી હતી, જેના પ્રતિભાવરૂપે અહીં રહેતા લોકોની સમસ્યાનો અંત આવ્યો હતો. મહાનગરપાલિકાએ શક્ય એટલા વેળાસર ઓછા દબાણે આવતા પાણી સમસ્યા દૂર કરી દીધી હતી. બાદમાં દિવ્ય ભાસ્કરે અત્રેના રહીશોની મુલાકાત લેતાં તેમણે કહ્યું હતું કે અહીં પીવાનું પાણી હવે સમયસર તો આવતું થઈ ગયું છે ઉપરાંત પૂરતા દબાણે પણ આવે છે. કેટલાક લોકોએ કહ્યું હતું કે સમસ્યા લગભગ ચારેક દિવસ રહી હતી.

મહાપાલિકાનું સ્વચ્છતા અભિયાન કેટલા અંશે સફળ?

ડિંડોલી-ગોડાદરા માર્ગ પર ધૂળનું સામ્રાજ્ય

વોર્ડનં. 24 ડીંડોલી ગોડાદરા માર્ગ ઉપર ફાટક પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટેશનની આસપાસના વિસ્તારોમાં ધૂળ ઉડી રહી છે. જેના કારણે ત્યાંથી પસાર થતાં લોકોને ઘણી તકલીફો પડી રહી છે. અહીંથી પસાર થતાં વાહનો ધુમાડો અને ધૂળ ઓકતા જાય છે, પરિણામે અહીં રહેનારા લોકોને પ્રદૂષણનો સામનો કરવો પડે છે. હાલના સમયમાં રોગચાળો વ્યાપક પ્રમાણમાં ફેલાયો છે, જેથી સુરત મહાનગર પાલિકા વહેલી જાગે તે યોગ્ય રહેશે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો