તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • હોળી પછી ખરીદીની સીઝન નીકળતાં ટ્રાન્સપોર્ટ કંપનીઓએ લૂંટ શરૂ કરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળી પછી ખરીદીની સીઝન નીકળતાં ટ્રાન્સપોર્ટ કંપનીઓએ લૂંટ શરૂ કરી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નોટબંધી પછીની બંન્ને લગ્નસરાંની સીઝન દરમ્યાન રહેલી નિરસ ખરીદી રહેવા પામી હતી. હોળી બાદ ઉત્તરભારતના કાપડ બજારોમાં લગ્નસરાં નિમિત્તે ખરીદી નીકળતાં વેપારીઓને નવા ઓર્ડર મળવાની શરૂઆત થઇ છે. એવામાં શહેર ટ્રાન્સપોર્ટ કંપનીઓ દ્વારા પાર્સલ ડિલીવર કરવા માટે ઉઘાડી લૂંટ ચલાવામાં આવી રહી હોવાનું ફરિયાદ સામે આ‌વતાં વેપારજગતમાં રોષ જોવા મળી રહ્યો છે. દિલ્હી, કાનપુર,બરેલી, ગોરખપુર જેવા માર્કેટો હોળીના કારણે અઠવાડિયા જેવું બંધ રહ્યા બાદ વેકેશન તેમજ લગ્નસરાંના કારણે ખરીદી શરૂ કરી છે.

ટ્રાન્સપોર્ટ કંપનીઓ દ્વારા પાર્સલ દીઠ 100 થી 200 વધુ ચાર્જ કરવાની સાથે વધારાના ચાર્જની રસીદ પણ આપવામાં આવી રહી હોવાનું વેપારીઓ દ્વારા જણાવામાં આવ્યું હતું. હાલ નીકળેલી ખરીદીની સીઝન સામે શહેરના સરેરાશ 450 જેટલા ટ્રકો મારફતે 250 થી 300 કરોડના દુપટ્ટા,સાડી, લહેંગા તેમજ ડ્રેસ મટીરીયલ્સના કાપડ પાર્સલ થઇ રહ્યા છે. એવામાં હાલ સર્જાયલી સ્થિતિ મુજબ ટ્રાન્સપોર્ટ કંપનીઓ દ્વારા એડવાન્સ પાર્સલના ઓર્ડર સામે પોતાનો માલ જલ્દી પહોંચાડવા કેટલાંક વેપારીઓ પણ વધારાનું ભાડું ચૂકવતાં હોઇ છે.એવામાં પાર્સલ દીઠ વધારાના ભાડા સામે વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ કંપનીઓ સામ-સામે થયા છે.

ભાવ વધારાનું જૂઠ્ઠાણું ચલાવવામાં આવે છે

^વતન ગયેલા ડ્રાઇવર-કારીગરો વતનથી પરત ફરી નથી રહ્યા એવામાં વાહનો લઇ જનારની શોર્ટેજ છે અને ખરીદી સામે ડિલીવરીના પાર્સલ વધુ હોવાની સાથે જગ્યાનો અભાવ છે. એવામાં પોતાનો માલ પહોંચાડવા વેપારીઓ સામેથી વધારાનું ભાડું કેટલાંક ટ્રાન્સપોર્ટર્સને ચૂકવે છે અને અમે ભાવ વધારીએ છીએ તેવું જુઠાણું ચલાવે છે. > યુવરાજદેસલે, પ્રમુખ,સાઉથ ગુજરાત ટ્રાન્સપોર્ટ એસો.

... તો કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે

^દર વખતે ખરીદીની સીઝન દરમ્યાન બેફામ ભાવવધારો કરી દેવામાં આવે છે. કેટલીક વાર વધારે ભાડું લઇને પણ માલ ડિલિવર કરવામાં નથી આવતો તેમજ વધારે વસૂલાતા ભાડાની રસીદ પણ આપવામાં નથી આવતી, ખોટી રીતે કોઇ ટ્રાન્સપોર્ટ કંપની વધારાનું ભાડું વસૂલશે તો વેપારીઓ દ્વારા તે કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. > સંજયજગનાની, પ્રમુખ,વેપાર પ્રગતિ સંઘ

ટ્રાન્સપોર્ટમાં ડિલીવર થતાં પાર્સલના ભાવ વધારા મુદ્દે સાઉથ ઇન્ડિયાના ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા પાડવામાં આવેલી હડતાલની અસર સ્થાનિક ટ્રાન્સપોર્ટસ પર પણ પડી શકે તેવી બીકે વેપારીઓ વધુ ભાડું ચૂકવી પોતાનો માલ ડિલીવર કરાવી રહ્યા છે. નોટબંધીના કારણે ત્રણ માસ મંદી વેઠી ચૂકેલા વેપારીઓને હડતાલના પગલે નુકશાની વેઠવી પડે તે માટે પોતાની પાસે રહેલા પાર્સલ કાઢી રહ્યા છે

દ. ભારતની હડતાળના પગલે વેપારીઓમાં ભય

ટ્રક ઓછી હોવાથી પોતાનાં પાર્સલ ડિલિવર કરવા વેપારીઓ વધુ રૂપિયાની લાલચ આપતાં હોવાનો ટ્રાન્સપોર્ટ એસોસિયેશનનો બચાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો