તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં 8 સ્થળો પર 30 બેડ ધરાવતી હોસ્પિટલ બનશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

શહેરનાસાતેય ઝોનમાં આવેલા હેલ્થ સેન્ટરને અપગ્રેડ કરીને 30 બેડ ધરાવતી હોસ્પિટલ બનાવવામાં આવે તો સ્થાનિક લોકોએ સારવાર માટે મસ્કતિ અને સ્મીમેર સુધી લંબાવું નહીં પડે તે માટેની જોગવાઇ પાલિકાએ બજેટમાં કરી છે. તેના ભાગરૂપે સાતેય ઝોનમાં આઠ હેલ્થ સેન્ટરને 30 બેડ ધરાવતી હોસ્પિટલમાં ફેરવવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આના માટે રાજ્ય સરકાર 10 કરોડથી વધુની રકમ હોસ્પિટલ બનાવવા માટે આપવાની છે. મહાનગરપાલિકાના બજેટમાં હેલ્થ સેન્ટરને 30 બેડ ધરાવતી હોસ્પિટલ અને મેટરનિટી હોમની સુવિધા ઉભી કરવાની જાહેરાત કરી છે. માટે પુણા, કોસાડ અને કતારગામમાં આવેલા હેલ્થ સેન્ટરને તોડીને તે જગ્યા પર 30 બેડ ધરાવતી હોસ્પિટલ બનાવાશે. જ્યારે બાકીના પાંચ સ્થળો પર હેલ્થ સેન્ટરની સાથે 30 બેડ ધરાવતી હોસ્પિટલ બનાવવામાં આવશે. આઠ હેલ્થ સેન્ટર કમ હોસ્પિટલ માટે 10 કરોડથી વધુની રકમ રાજ્ય સરકાર ગ્રાંટ પેટે પાલિકાને આપવાની છે. વેસુ, પુણા, મગોબ, બમરોલી, પાલ, કોસાડ, કતારગામ અને ભાઠેના હેલ્થ સેન્ટર હોસ્પિટલમાં ફેરવાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો