તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતમાં હરિયાળી 90 ટકા ઘટી, ગામોમાં 19 ટકા વધી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાંવિકાસના નામે વૃક્ષોનું નિકંદન કાઢવામાં તંત્રએ કોઈ કસર બાકી રાખી નથી. વન વિભાગસ મુજબ ગામડાઓમાં નેશનલ એવરેજ કરતા પણ વધારે હરિયાળી છે. જ્યારે શહેરની અંદર 10 ટકા પણ હરિયાળી નથી. રૂરલમાં 2003 થી વર્ષ 2013 સુધીમાં જંગલ વિસ્તારની બહાર બીજુ 19.2 ટકા જંગલ વધ્યું છે. ખાસ કરીને માંડવી, માંગરોળમાં સૌથી હરિયાળો વિસ્તાર છે. જ્યારે સુરત સિટીમાં રોડ, રસ્તાઓ અને કોંક્રીટ જંગલો ઉભા કરવામાં વૃક્ષોનું નિકંદન વધી ગયુ છે. જેના કારણે નેશનલ એવરેજ પ્રમાણે 33 ટકા જંગલો તો દૂર 10 ટકા હરિયાળી પણ શહેરમાં રહી નથી. જો આવી સ્થિતિ રહી તો આગામી સમયમાં શહેરના એવરેજ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે.

વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વર્ષ 2013માં વૃક્ષોની સંખ્યા અંગેનો સર્વે કરાયો હતો. જેમાં સુરત જિલ્લાને સૌથી હરિયાળા જિલ્લામાં ગણવામાં આવ્યો હતો. શહેરમાં પર હેક્ટર વૃક્ષોની સંખ્યા 2013માં હેક્ટર દિઠ 36.25 વૃક્ષો જિલ્લામાં છે. જે વર્ષ 2008માં હેક્ટર દિઠ 35 હતા. અને પહેલા વર્ષ 2003માં હેક્ટર દિઠ વૃક્ષોની સંખ્યા 44.96 હતી. 2003માં વૃક્ષોનો કરાયેલા સર્વેમાં સુરતની સાથે તાપી જીલ્લાનો પણ સમાવેશ થાય છે. એટલે કે 2003માં માત્ર સુરત જીલ્લાની વાત કરીએ તો વર્ષ 2008 કરતા પણ વૃક્ષોની સંખ્યા ઓછી હતી.

2003ના આંકડા તાપી જિલ્લા સાથે

વૃક્ષ સંખ્યા ટકાવારી

નીલગીરી 3.9 લાખ 15 ટકા

ખેર 3.2 લાખ 12.4 ટકા

સાગ 2.43 લાખ 9.5 ટકા

નીમ 1.87 લાખ 7.2 ટકા

ખાખરો 0.87 હજાર 3.37 ટકા

1.48

કરોડ

1.38

કરોડ

2.81

કરોડ

2013

2008

2003

શહેરમાં વૃક્ષોની સંખ્યા

સુરત જિલ્લામાં વૃક્ષો

હરિયાળી ઘટતી ગઈ તો શહેરનું તાપમાન 3 ડિગ્રી સુધી વધી જવાની સંભાવના

આજે વર્લ્ડ ફોરેસ્ટ ડે | ગામડાઓ લીલાછમ થયાં તો સુરત શહેર કોંક્રીટમાં તબદીલ

36

35

45

મનપાની હેક્ટરદિઠ વૃક્ષોની સંખ્યા માત્ર 8%

પાલિકારાજ્યમાં ચાર મહાનગરોમાં હરિયાળીની દ્રષ્ટિએ સૌથી પાછળ છે. વન વિભાગના સર્વે અનુસાર વડોદરા, અમદાવાદ અને રાજકોટ પાલિકા વિસ્તારમાં હેક્ટર દિઠ વૃક્ષોની સંખ્યા 10 ટકા થી વધુ છે. જ્યારે સુરત શહેરમાં હેક્ટર દિઠ વૃક્ષોની સંખ્યા માત્ર 8 ટકા છે.

જંગલોવધારવા વન વિભાગ પ્રયાસો કરે છે

^સુરતનોરૂરલ વિસ્તાર સૌથી હરિયાળા વિસ્તાર માંથી એક છે. નેશનલ એવરેજ પ્રમાણે 33 ટકા હરિયાળી હોવી જોઈએ. જ્યારે સુરતમાં 40 ટકા વિસ્તાર તેમાં આવે છે. સિવાય જંગલો વધારવા માટે પણ સુરત વન વિભાગ પ્રયાસ કરે છે. > પુનીતનૈયર, જિલ્લાવન વિભાગ અધિકારી

સમગ્ર સુરત જીલ્લામાં વન વિભાગ દ્વારા વર્ષ 2013માં કરાયેલા સર્વે અનુસાર 1.47 કરોડ વૃક્ષો છે. પૈકી 1.43 કરોડ વૃક્ષો જીલ્લા અને તાલુકા વિસ્તારમાં આવેલા છે. જ્યારે 3.70 લાખ વૃક્ષો શહેર અને અર્બન ઓથોરિટીના વિસ્તારમાં આવેલ છે. જ્યારે જિલ્લામાં તેનાથી વિપરિત નેશનલ એવરેજ કરતા પણ વધારે વૃક્ષો આવેલ છે.

શહેરમાં માત્ર 3.70 લાખ વૃક્ષો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો