તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • પોલીસે સંયમ જાળવ્યો તો ટપોરી કમજોરી સમજી બેફામ બની ગયા!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસે સંયમ જાળવ્યો તો ટપોરી કમજોરી સમજી બેફામ બની ગયા!

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છેલ્લા બે દિવસ થી પોલીસે પેટ્રોલીંગ વધારી દેતા ટ્રાફિક ઘટી ગયું

ગુનેગારોએ ગેરલાભ લીધો

^પોલીસનું સંખ્યાબળ ઘણું ઓછું છે, કાર્યક્રમોને કારણે ઓછા સ્ટાફથી કામ લેવું પડે છે. અપુરતા સ્ટાફ વચ્ચે બંદોબસ્તમાં જાય ત્યારે જે ગેપ પડે તેનો ગુનેગારો ગેરલાભ લઈ રહ્યા હતા. > સતીષશર્મા, પોલીસકમિશનર

આવા કિસ્સા રોજ બને છે

^આવા કિસ્સા રોજ બને છે. બે દિવસ પહેલાં યુવકનું મોત થતાં કિસ્સો પ્રકાશમાં આવ્યો. > પરેશભાઈડાબસરા, સ્થાનિક

પોલીસ વાન ઊભી રહેતાં ટપોરીઓ દેખાયા નહીં

યોગીચોક, કારગિલચોક, સરથાણા જકાતનાકા, લક્ષ્મણનગર, ધરમનગર, હીરાબાગ, સીતાનગર ચોકડી, અંજની-બૂટભવાની સોસાયટી, માતૃશક્તિ સહિતના વિસ્તારમાં ટપોરીઓનો ત્રાસ અસહ્ય બન્યો હતો. ટપોરીઓની મોડસ ઓપરેન્ડી એવી રહી હતી કે બાઇક પર ફેમિલી સાથે જનારી વ્યક્તિ અથવા થોડી મોટી વયની વ્યક્તિની બાઇક સાથે પોતાની બાઇક અથડાવવી. ત્યાર બાદ ઝઘડો કરવો. સમયગાળામાં આજુબાજુમાં રહેલા અન્ય ટપોરીઓ પણ ત્યાં આવી પહોંચે. પછી સમાધાનના રૂપમાં તોડ કરી ત્યાંથી રવાના થઈ જાય છે. સમસ્યા કાયમી બની હતી એટલું નહીં પણ રોજની સંખ્યાબંધ ઘટના બનતી હતી. જેમાં પોલીસની થોડી ઢીલી નીતિ પણ કોઈને કોઈ જગ્યાએ જવાબદાર હતી.

રિક્ષાવાળાઓનોત્રાસ પણ અસહ્ય વિસ્તારમાંટપોરીઓનો ત્રાસ જેટલો અસહ્ય હતો તેટલો રિક્ષાવાળાઓનો ત્રાસ પણ અસહ્ય હતો. રિક્ષાવાળાની ખુલ્લી દાદાગીરીને કારણે અનેક ભોગ પણ અનેક નિર્દોષ લોકો બની ચૂક્યા છે ત્યારે રિક્ષાવાળા સામે પણ સ્થાનિક પોલીસ દ્વારા કડક હાથે કામ લેવાનું શરૂ કરવામાં આવે કરે તેવો સૂર વિસ્તારના આગેવાનોએ વ્યક્ત કર્યો હતો.

પાટીદાર આંદોલન બાદ વરાછા, કાપોદ્રા, સરથાણા, પુણા વિસ્તારમાં

બાઇક અથડાવ્યા બાદ સમાધાનમાં તોડ કરવાની ટપોરીની મોડસ ઓપરેન્ડી

ટપોરી ઉછેર કેન્દ્ર છે

^સરથાણાનોકેટલોક વિસ્તારમાં પાનના ગલ્લાઓ ટપોરી ઉછેર કેન્દ્ર બન્યા છે. જ્યાં કુમળી વયનાં બાળકોને પણ નશીલા પદાર્થોનું સેવન કરે છે. જેથી પગલાં લેવા જોઇએ. > પ્રફુલ્લપાનસેરિયા, ધારાસભ્ય

નાણાં ખંખેરવાનો ખેલ

^ટપોરીઓનાણાં ખંખેરવા જાણી જોઈને અકસ્માત કરે છે. દાદાગીરી-ધમકાવીને નાણાં ખંખેરે છે. > કિરીટભાઈપટ્ટણી , સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો