તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ. વીજળી પાછળ 1.30 કરોડ ખર્ચશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રાપ્ત થતી માહિતી અનુસાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બોયો સાયન્સ, બાયો ટેક્નોલોજી, ફિઝિક્સ તેમજ કેમેસ્ટ્રિ સહિતના ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓને વિજળી બચાવોના પાઠ ભણાવામાં આવતા હોય છે. ઉપરાંત વિદ્યાર્થીઓ વિજળી બચાવતા શિખે તે અને સૂર્ય ઊર્જાનો પૂરતો ફાયદો ઉઠાવી શકાય તે માટે યુનિવર્સિટીમાં સોલાર સિસ્ટમ પણ લગાડવામાં આવી છે. જોકે સાથે દિન-પ્રતિદિન યુનિવર્સિટીની ભૌતિક સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે.

વિજળીનો દર પણ મોંધો થઈ રહ્યો છે. જેને લઈ યુનિવર્સિટીના બજેટ 2017-18માં વિજદરના સંભવિત ભાવ વધારાને ધ્યાનમાં રાખી વિધુત બોર્ડ પાછળ 1,30,00,000 રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જેને અગામી 29 માર્ચના રોજ સેનેટની બેઠકમાં રજૂ કરવામાં આવનાર છે. આમ સમગ્ર પરિસ્થિતિ જોતા હવે જોવાનું રહ્યું કે, વર્ષ 2017-18માં વિદ્યાર્થીઓને વિજળી બચાવોનો પાઠ શીખવતી યુનિવર્સિટીમાં કેટલી વિજળીનો બચાવ કરવામાં આવે છે.

કેમ્પસમાં સોલરસિસ્ટમ હોવા છતાં બજેટમાં કરોડથી વધુની જોગવાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો