તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • બોર્ડ પરીક્ષાનાં કેન્દ્રો પર ચેકિંગ કરનારા કર્મચારી સામે કાર્યવાહી કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોર્ડ પરીક્ષાનાં કેન્દ્રો પર ચેકિંગ કરનારા કર્મચારી સામે કાર્યવાહી કરાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલમાંચાલી રહેલી બોર્ડની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓ વિપુલ પ્રમાણમાં પરીક્ષાલક્ષી સાહિત્ય લઇને વર્ગખંડોમાં આવતા હોવાનું બોર્ડના ધ્યાન પર આવ્યું છે. જેથી પરીક્ષા કેન્દ્રો પર કોઇપણ જાતનું ચેકિંગ થતું હોવાનું બહાર આવતા પરીક્ષા સ્ટાફમાં જોડાયેલા કર્મચારીઓ સામે એકશન લેવા બોર્ડે પરિપત્ર બહાર પાડીને રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપી છે.

બોર્ડે રાજ્યના જિલ્લા શિક્ષણાધિકારીને પાઠવેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ બોર્ડની પરીક્ષામાં તમામ પરીક્ષાખંડ ઇલેકટ્રોનિક સરવેલન્સ હેઠળ આવરી લેવાયા છે. તેમ છતાં હજુ પણ ઉમેદવારો વિપુલ પ્રમાણમાં પરીક્ષાલક્ષી સાહિત્ય લઇને વર્ગખંડોમાં આવતા માલૂમ પડયા છે. તેનો અર્થ થાય છે કે તે કેન્દ્રોના ઉમેદવારોને પરીક્ષા સ્થળોએ પ્રવેશ આપતી વખતે કોઇપણ જાતનું ચેકિંગ કરવામાં આવતું નથી અને બેરોકટોક વર્ગખંડ સુધી લઇ જવા દેવામાં આવે છે જે સ્થળ સંચાલકની ગંભીર બેદરકારી દર્શાવે છે.

વર્ગખંડ નિરીક્ષક પણ બાબતે આંખ આડા કાન ધરીને ઉમેદવારોને આવા સાહિત્યમાંથી લખતા રોકી પોતાની ફરજચૂકની પ્રતીતિ કરાવી રહ્યા હોવાનું જણાય છે. જેથી તાકીદે સ્થળ સંચાલકોને વર્ગખંડ સુધી પહોંચતા સાહિત્યને અટકાવવા જરૂરી તમામ પગલા લે અને કાબૂ બહારના સંજોગો જણાતા હોય તો જિલ્લા સ્તરે અને બોર્ડ સ્તરે ઉપલા અધિકારીઓને તેની જાણ કરી પૂરતા પ્રયત્નો થી પરીક્ષાલક્ષી ગેરરીતિ અટકાવવા મિશન મોડમાં કામ કરે.

પરીક્ષાને લગતી કામગીરીમાં બેદરકારી દાખવનાર શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ વિરુધ્ધ ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમો મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવા તમામ જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ અપાયો છે.

મોટા પ્રમાણમાં ઉમેદવારો પરીક્ષાલક્ષી સાહિત્ય લાવતા હોવાનું બોર્ડના ધ્યાને ચઢ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો