તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • રેલવે ગુડ્સ યાર્ડમાં આગ લાગતાં લાકડાંનો મોટો જથ્થો ખાખ થયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવે ગુડ્સ યાર્ડમાં આગ લાગતાં લાકડાંનો મોટો જથ્થો ખાખ થયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરતસ્ટેશનના ગુડ્સ યાર્ડમાં લાકડાના જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડે પહોંચી જઈ આગ પર કાબુ મેળવવામાં 3 કલાક લાગ્યો હતો.

રેલવે ગુડ્સ યાર્ડમાં રખાયેલા લાકડાના જથ્થામાં બપોરે 3 વાગ્યે આગ લાગી હતી. ગુડ્સ યાર્ડમાં ટ્રેકના સપોર્ટમાં રખાતા લાકડાનો જથ્થો સળગતાં ધુમાડો ઉઠતાં રેલવે સ્ટેશન, ઓફિસોમાં ફેલાવા માંડતાં મુસાફરો રેલવે સ્ટાફને શ્વાસ લેવામાં તકલીફ અનુભવા માંડી હતી. રેલવેના કર્મચારી મુકેશભાઈ સોલંકીએ તુરંત ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયર ઓફિસર રાજેન્દ્ર રાજપૂત લાશ્કરો સાથે ફાયરફાયટીંગ હાથ ધરી દેતાં આગ પર 3 કલાકે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

સુરત રેલવે ગુડ્સ યાર્ડમાં લાગેલ આગનું કારણ ફાયરબ્રિગેડ જાણી શકી હતી. રેલવે ટ્રેક નીચે સપોર્ટમાં મુકવામાં આવતાં લાકડા સળગતાં તેનો ઉપયોગ થઈ શકે તેમ નથી. મોટું નુકશાન થયું હોવાની ભીતી સેવાઈ રહી છે.

ટનબંધ લાકડાં સળગતાં મોટું નુકસાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો