તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • રિક્ષામાં બેઠેલાં મહિલા કોર્પોરેટરનો અછોડો તોડી 3 યુવકો રફુચક્કર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિક્ષામાં બેઠેલાં મહિલા કોર્પોરેટરનો અછોડો તોડી 3 યુવકો રફુચક્કર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહાનગરાપલિકાની સ્લમ કમિટિની આજે યોજાનારી બેઠકમાં ભાજપના મહિલા કોર્પોરેટર મંજુલાબેન દુધાત લંબેહનુમાન રોડ પર આવેલા ભોળાનગર ખાતેથી રેલવે સ્ટેશન આવ્યા હતા. રેલવે સ્ટેશનથી મહાનગરાપાલિકાની કચેરી પર રીક્ષામાં બેસીને આવતા હતા ત્યારે ત્રણેક યુવાનો પણ રીક્ષામાં બેઠા હતા તેઓએ મંજુલાબેનના ગળામાં પહેરેલો ચારેક તોલાનો અછોડો સરકાવી દીધો હતો. ત્યાર બાદ રીક્ષાચાલક પણ લોકોની સાથે ભળેલો હોય તે પ્રમાણે ભાગળ પર આવ્યા બાદ મંજુલાબેનને જણાવ્યુ હતુ કે લોકોને જ્યાં ઉતારવાના હતા ત્યાંથી હું આગ‌ળ આવી ગયો છુ એટલે તેઓને ઉતારીને આવુ ત્યાં સુધી તમે ભાગળ પર ઉભા રહો. ભાગળ પર મંજુલાબેનને રીક્ષામાંથી ઉતાર્યા બાદ રીક્ષામાં બેસીને ત્રણેય યુવાનો રફુચક્કર થઇ ગયા હતા. ત્યાર બાદ 20 મિનિટ સુધી રીક્ષા ચાલક નહીં આવતા મંજુલાબેન અન્ય રીક્ષામાં બેસીને મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેઓને ગળામાં અછોડો નહીં હોવાની હકીકત જણાતા સમગ્ર બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધવા માટેની કાર્યવાહી શરૂ કરી છે.રીક્ષામાંથી ઉતાર્યા બાદ રીક્ષામાં બેસીને ત્રણેય યુવાનો રફુચક્કર થઇ ગયા હતા. ત્યાર બાદ 20 મિનિટ સુધી રીક્ષા ચાલક નહીં આવતા મંજુલાબેન અન્ય રીક્ષામાં બેસીને મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેઓને ગળામાં અછોડો નહીં હોવાની હકીકત જણાતા મંજુલાબેને લાલગેટ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

LH રોડથી પાલિકા આવતાં હતાં ત્યારે ચોરોએ કળા કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો